તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પંચ.ની 2200 શાળામાં આજથી પરીક્ષા

પંચ.ની 2200 શાળામાં આજથી પરીક્ષા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલઅને મહિસાગર જિલ્લાની 2200 પ્રાથમિક શાળાઓમાં મંગળવાર તા.7મીથી તા.10 સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાનાર છે. જોકે તા.8મીએ ગાંધીનગરથી ચિત્રકામની પરીક્ષાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાથી વિષયો મોકૂફ રાખીને તેના બદલે આગામી તા. 13 મી જે તે વિષયની પરીક્ષાનો ફરેફાર કરવામાં આવ્યો છે.આ સાથે વિદ્યાર્થીઓ પૂર્વ તૈયારી સાથે વ્યસ્ત બનતાં પરીક્ષામય વાતાવરણ જામનાર છે.

આગામી દિવાળી વેકેશન જાહેર થનાર તે પૂર્વે પંચમહાલ અને મહિસાગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં તા.29 સપ્ટેબરથી તા.10 ઓક્ટોબર સુધી પ્રથમ સત્રાંત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ધો-1-2માં અગાઉની જેમ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. તેવી રીતે ઉર્દુ માધ્યમમાં ધો.3 અને 4 માટે ત્રણ દિવસીય પેપર પૂર્ણ ગયા બાદ તા.7મીથી ગુજરાતી માધ્યમના ધો.3 અને 5 માટે પરીક્ષાનું આયોજીત કરાતાં પ્રથમ દિને પર્યાવરણ લેવાશે. પરંતુ બીજા દિને તા. 8મીએ લેવાનાર ચિત્રકામની પરીક્ષાનો પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ હોવાને બદલે આગામી તા.13 મી જે તે વિષયની પરીક્ષાનો ફરેફાર કરવામાં આવીને રાબેતા મુજબ ગણિત માટે સવારે 10.30થી 12 તથા હિન્દી માટે બપોરે 2 થી 3.30 કલાકે લેવાશે.તા.9મીએ અંગ્રેજી તથા તા.10 મીએ હિન્દી,અંગ્રેજીનો સમાવેશ થાય છે. જ્યારે ઉચ્ચ માધ્યમિક માટે પ્રથમ દિને ધો-6થી 8 માટે સવારે 10.30થી 1.30 સુધી ગુજરાતી અને બપોરે 2થી 5 સુધી વિજ્ઞાનનું પેપર લેવાશે.પરંતુ તા.8મીએ પરીક્ષા મોકુફ રહીને આગામી તા.13મીએ ઉદુઁ તથા ગુજરાતીનુ પેપર લેવાશે.ત્યાર બાદ તા. 9મીએ સવારે 10.30થી 1.30 સુધી અંગ્રેજી અને બપોરે 2થી 5 સુધી સા.વિજ્ઞાન નુ પેપર લેવાશે.અને અંતિમ દીન તા. 10મીએ સંસ્કૃત લેવાશે જોકે ધો.3થી 5ના તથા ધો.6થી 7ના અંગ્રેજી તથા સંસ્કૃતના ના વિધ્યાથીઁઓએ પ્રશ્ન પેપરમાં જવાબો લખવાનો રહેશે. વળી શિક્ષણ શાખાએ તમામ શાળાઓને પરીક્ષાની ગોપનીયતા તથા કવરોની જાળવણી તથા ગેરરિતી બાબતે ફરજ બજાવવા સૂચના અપાઇ છે. પરીક્ષા પૂર્ણ થવાની સાથે દિવાળી વેકશન પડશે.

{ તા.7મીથી તા.10 સુધી પ્રથમ સત્રાંત પરીક્ષા યોજાશે