• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • આજે પંચ. તથા મહિ.માં ધાર્મિક પરંપરા અનુસાર હોળી ઉજવાશે

આજે પંચ. તથા મહિ.માં ધાર્મિક પરંપરા અનુસાર હોળી ઉજવાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજેરવિવારે ગોધરા શહેર સહિત પંચમહાલ તથા મહિસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવી ધાર્મિક પરંપરાનુસાર ઉજવણી કરવામાં આવશે. દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ભક્તિભાવપુર્વક હોળી માતાની પ્રદક્ષિણા ફરી પુજા અર્ચના કરશે.

પંચમહાલ તથા મહિસાગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો માટે અતિ મહત્વ ધરાવતા હોળી તહેવારને અનુલક્ષીને દિવસો પુર્વેથી સજ્જ થયેલા છે. અન્ય નગરોમાં રહેતા નોકરીયાત વર્ગ તથા શ્રમિક વર્ગ ઉજવણી માટે કુટુંબ કબીલા સાથે વતન ફર્યા હતા. બીજી તરફ ગોધરા, હાલોલ, કાલોલ, સંતરામપુર, લુણાવાડા સહિતના વિસ્તારોમાં તા.12 માર્ચને રવિવારની મોડી સાંજે પરંપરા મુજબ શુભમહુર્તમાં હોળી પ્રગટાવવામાં આવનાર છે. દરમિયાન ધાર્મિક વિધી સાથે લોકગીતો ગવાશે. ગોધરામાં વિશ્વકર્મા ચોક, ચાંચર ચોક, પ્રભાકુંજ સોસાયટી, બામરોલી રોડ, આઇટીઆઇ વિસ્તાર, પટેલવાડા ઉપરાંત સંતરામપુર, હાલોલ લુણાવાડા સહિતના વિસ્તારોમાં પ્રગટાવી હોળીદહન વિધિમાં આસપાસના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી દર્શનનો લ્હાવો લેનાર છે. જ્યારે વર્ષોની પરંભરા મુજબ પાવાગઢમાં હોળી ઉજવ્યા બાદ હાલોલના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવવામાં આવનાર છે. જેમાં સૌ લોકો એકત્રિત થઇ ભક્તિભાવપુર્વક હોળી માતાની પ્રદક્ષિણા ફરી પુજા-અર્ચના કરશે . જ્યાં ભક્તોએ શ્રીફળ, ઘાણીચણા, ખજુર વગેરે ચઢાવવામાં આવનાર છે.

પાવાગઢમાં હોળી ઉજવ્યા બાદ હોળી પ્રગટાવાશે

હોળી માતાની પ્રદક્ષિણા ફરી પુજા- અર્ચના કરશે

અન્ય સમાચારો પણ છે...