• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા પાલિકા દ્વારા સફાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમની હિલચાલ સામે વિરોધ

ગોધરા પાલિકા દ્વારા સફાઇ વિભાગમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમની હિલચાલ સામે વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માર્ચમહિનો પુર્ણ થવાની સાથે ગોધરા નગર પાલીકા દ્રારા દરેક વિભાગની માફક હવે સફાઇ વિભાગ માં પણ કોન્ટ્રાક્ટ પધ્ધતિ અપનાવવા ટેન્ડરીંગ શરુ કરવામાં આવ્યુ છે જેનો વિરોધ પુર્વ પ્રમુખ દ્વારા કરવામાં આવીને કલેકટરની સમક્ષ ઘા નાખવામાં આવી છે.

ગોધરા નગર પાલીકા ગોધરામાં થતા વિવિધ કામો જેમાં રોજમદારોથી થાય છે તેવા કામો હવે ખાનગી એજન્સીને આપવાનું ચાલુ કરેલ હતું પાલિકાએ લાઇટ વિભાગ, તળાવ સાફ સફાઇનું, બગીચાનું, પાણીનું કામ માં રોજમદાર દ્રારા થતું હતું તે તમામ કામ ખાનગી કોન્ટ્રાકટરને સોપી દેવાયું હતું.ખાસ કરીને નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલ સ્વચ્છતા અભીયાનમાં જોડાયેલા 176 કુલ રોજમદારો નું મહેકમ નક્કી કરેલું

...અનુસંધાન પાના નં.2



છે અગાઉ તત્કાલીન નગર પાલીકા પ્રમુખ રાજેશ ચૌહાણ દ્વારા 105 નું હંગામી મહેકમ મંજુર કરાયેલુ હતું.પરંતુ પાલિકા માં 105 કાયમી તથા 195 રોજમદારો દ્રારા ગોધરામાં ડોર ટુ ડોર, ખુલ્લી ગટરનું કામ, કમ્ટેનર ઉઠાવવાનું , રસ્તાઓ પરથી કચરો ઉઠાવવાનું જેવા તમામ સફાઇ કામનું અંદાજીત 3.18 કરોડનું ટેન્ડર પાલીકા દ્રારા બહાર પાડવામાં આવ્યું છે. જેનો સફાઇકામદાર સંઘો તથા સભ્ય દ્રારા વિરોધ કરીને ખાનગી સફાઇ કામને રદ કરવાની માંગ કરાઇ છે. અને તે માટે આગળની કાર્યવાહી કરવા મીટીગોનો દોર ચાલુ કરી દીઘો હતો.જેના કારણે સફાઇ કામદારોના હક્ક અને અધિકારી ઉપર તરાપ મારવાની પેરવી કરાઇ રહી હોવાનું જણાતા પુર્વ પ્રમુખે ટેન્ડરીંગ પ્રક્રિયાનો વિરોધ નોંધાવ્યો છે અને કલેકટરને જણાવ્યુ હતું કે સમગ્ર પ્રક્રિયા ગેરકાયદેસર છે.

અન્યાય કરાઇ રહ્યો છે

^અગાઉગોધરા નગર પાલીકા દ્વારા સફાઇ કામદારોના હિત માટે તત્કાલીન પ્રભારી મંત્રી સમક્ષ રજુઆત કરીને સફાઇ કામદારો માટે લડત શરુ કરતા ન્યાય મળ્યો હતો.હવે હાલના પાલીકાના શાશકો દ્વારા તેઓને અન્યાય કરાઇ રહ્યો છે.>રાજેશ ચૌહાણ,પુર્વગોધરાપાલીકા પ્રમુખ

પુર્વ પ્રમુખ દ્વારા કલેક્ટર સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆત કરાઇ

કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામદારોના હક પર તરાપ મારવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...