• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • મોરવા પોલીસ મથકે દારૂ પકડવા બાબતે હલ્લો મચાવ્યો

મોરવા પોલીસ મથકે દારૂ પકડવા બાબતે હલ્લો મચાવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરવાહડફ પોલીસે બુટલેગરના ત્યાં રેઇડ કરીને દારુ ઝડપી પાડ્યો હતો જે બાબતે તેના પરિવારજનો તથા ફળીયાના લોકોએ આવીને હલ્લો મચાવી ખોટી ફરીયાદો કરીને ફસાવી દેવાની ધમકીઓ આપીને પોલીસ કર્મચારીઓને ફરજમાં રુકાવટ કરવામાં આવી હતી. બનાવની પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર

...અનુસંધાન પાના નં.2



મોૌરવા હડફ પોલીસે છાપો મારીને રણવીર ઉર્ફે બકાના ત્યાં રેઇડ કરીને દારુનો જથ્થો ઝડપી પાડીને કેસ દાખલ કર્યો હતો. જે બાબતે રીસ રાખીને તા. 10 માર્ચના રોજ રણવીરના પરિવારજનો શારદા,લીલી,દીલીપ,કાન્તા,કિરતી,મુકેશ,જીતેન્દ્ર,તથા તેમની સાથેના બીજા 8 થઈ 10 મોરવા હડફ હરિજન ફળીયાના લાકોએ એક સંપ કરીને પોલીસ મથકના કંપાઉન્ડમાં પ્રવેશી બુકણીઓ કરીને અપશબ્દો બાલી કયા પીએસઆઇએ અમારા ઘરે આવીને દારુનો કેસ કર્યો છે. દારુ ક્યાં રાખ્યો છે તેમ કહી ઘાક ધમકીઓ આપી પોલીસ કર્મચારીઓ ઉપર જાતિય અપમાનીત કરવાની ફરીયાદ તથઆ કોઇપણ કેસો કરીને ફસાવીને ધાક ધમકીઓ આપીને ફસાવી દેવાની ધમકી ઉચ્ચારાઇ હતી.તેમજ પોલીસની કામગીરીમાં રુકાવટ ઉભી કરવામાં આવી હતી.જે અંગે મોરવા હડફ પોલીસ મથકે પીએલઓ કાંતીભાઇ કાળુભાઇએ ફરીયાદ નોંધાવતા પોલીસે તમામ વિરુધ્ધ હુલ્લડ તથા સરકારી કામગીરીમાં રુકાવટ કરવા અંગેનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



અન્ય સમાચારો પણ છે...