તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • દાહોદમાં ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટમાં 36 ટીમોએ ભાગ લીધો

દાહોદમાં ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટમાં 36 ટીમોએ ભાગ લીધો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદશહેરના રેલવે વિભાગમાં ફરજ બજાવતાં રેલવે કર્મચારીઓ પૈકીના કેટલાંક વિવિધ રમતમાં પારંગત હોવાને કારણે તેઓ રાષ્ટ્રીય કક્ષા સુધી રમતો રમી આવ્યા છે. ત્યારે વોલિબોલમાં માસ્ટરી ધરાવતાં એક રેલવે કર્મચારીએ નિવૃતિને યાદગાર બનાવવા માટે નિવૃતિના બે દિવસ પહેલાં ઓપન ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. જેમાં ગોધરા રેલવે અને કોટા વચ્ચે થયેલી ફાઇનલમાં કોટાની ટીમનો વીજય થયો હતો.

દાહોદ શહેરની મેડિકલ કોલોનીના રહેવાસી અને રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતાં અનવરખાન(બાવા) હમીદખાન પઠાણ પોતાની ફરજથી સોમવારે નિવૃત થવાના છે. અનવરખાન વોલીબોલમાં માસ્ટરી ધરાવતા હોવાનો કારણે તેમણે ફરજ દરમિયાન રેલવેની વોલીબોલ ટીમની આગેવાની કરીને અનેક સ્થળે વીજય હાંસલ કરીને પુરસ્કાર અપાવ્યાં છે. ત્યારે નિવૃતિના એક દિવસ પહેલાં અનવરખાને મેડિકલ કોલોની ખાતે ઓપન ઓલ ઇન્ડિયા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. ટુર્નામેન્ટમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી બોલીબોલની કુલ 36 ટીમોએ ભાગ લીધો હતો. શનિવારની રાત્રે દાહોદ જિલ્લા પોલીસ વડા મનોજ નિનામા દ્વારા ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

નોકરી લાગ્યો ત્યારે પણ ટુર્નામેન્ટ યોજી હતી

^સ્પોર્ટસક્વોટામાં 1981માં મારી રેલવેમાં નોકરી લાગી હતી. નોકરી લાગવાની ખુશીમાં પણ મેં વોબીલોબ ટુર્નામેન્ટ યોજી હતી અને હવે નિવૃત થવાનો છું ત્યારે નિવૃતિને યાદગાર બનાવવા ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતુ. ગત વર્ષે અમે ચાર ટુર્નામેન્ટ જીત્યા છીયે. નોકરીથી નિવૃત થઇશ પરંતુ વોલીબોલની રમતને નિવૃતિ નથી આપી.>અનવરખાન પઠાણ,ટુર્નામેન્ટઆયોજક, દાહોદ

નિવૃતિને યાદગાર બનાવવા રમતવીર રેલવે કર્મી દ્વારા આયોજન

અન્ય સમાચારો પણ છે...