તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરામાં પ્રથમ વખત હિજામા પદ્ધતિથી સારવાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શરીરમાંથતી વિવિધ બીમારીઓની તકલીફને દૂર કરવા માટે વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ હિજામા (કપ્સ થેરાપી) અત્યંત વિશિષ્ટ અને વર્ષો પુરાણી પદ્વતિથી છે. કપ્સની અંદર ખરાબ લોહી બહાર આવ્યા બાદ તકલીફ દૂર થતી હોવાની તબીબનું કહેવું છે. તેઓએ ગોધરામાં સૌ પ્રથમ વખત થેરાપીથી 75થી વધુ પુરુષ તથા મહિલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. સારવાર લેવા આવેલા દર્દીઓ પણ અચંબામાં પડી ગયા હતા. નોંધનીય છે કે, થેરાપી દ્વારા શરીરમાંથી ખરાબ લોહી કાઢવાની પદ્ધતિ પણ જોવા લાયક હતી.

હિજામા ઇસ્લામના મહાન પયગંબર હઝરત મહમદના સમયથી પ્રચલિત છે. ગોધરા શહેરના હૈદરી સોસાયટીમાં આવેલી તૈયબી મહોલ્લામાં જનાબ આમીલ સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ મુર્તુઝા વલીકરીમવાલા તથા મુન્નાભાઇ સ્કીપરવાલાના સહયોગથી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ હિજામા (કપ્સ થેરાપી) યોજાઇ હતી. વડોદરાના હર્બલ (એમ.ડી) ડૉ. આઇ.એ.ખુરવાલાએ વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ હિજામા પદ્ધતિથી દર્દીઓની સારવાર શરૂ કરી હતી. જેમાં 75 થી વધુ મહિલા તથા પુરુષોએ લાભ લીધો હતો. પદ્ધતિ અંગે જાણકારી આપતા ડૉ.એ જણાવ્યું હતું કે, મહંમદ પયગબર સાહેબે કપિંગ (હિજામા) અંગે જાણકારી આપી હતી. પદ્ધતિથી શરીરમાં ખરાબ લોહી બહાર કાઢવામાં આવે છે. જેનાથી મોટાભાગની બીમારી દૂર થાય છે. જોકે ગુજરાતમાં જાણકારી ઓછી છે. ગોધરામાં સૌ પ્રથમ વખત થેરાપીથી ઇલાજ થઇ રહ્યો છે. ગલ્ફ દેશ, ચાઇના જેવા દેશમાં સૌથી વધુ થેરાપીથી ઇલાજ થાય છે. માત્ર મામૂલી ફી લઇ સેવા ભાવનાથી ઇલાજ કરવામાં આવે છે. જેનો ઘણા દર્દીઓને નોટા પ્રમાણમાં ફાયદો થતાં તેઓ લાભ લઈ રહ્યા છે.

^હું છેલ્લા 5 મહિનાથી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ એવી હિજામા કરાવું છુ઼ં. કરાવવાથી શરીરમાં એક અલગ પ્રકારની એનર્જી પણ આવી જાય છે. પહેલાં મને થાક બહુ લાગતો હતો. જોકે વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ એવી હિજામાથી થાક દૂર થઇ જવાની સાથે શરીરમાં સ્ફુર્તિ લાગે છે.>હુનેદ જાંબુઘોડાવાલા

થાક દૂર થવા સાથે સ્ફૂર્તિ અનુભવાય છે

તકલીફ દૂર થાય છે

^મહંમદ પયગંબર સાહેબે કહ્યું છે કે, પ્રકારની સારવારથી શરીરની ઘણી બધી તકલીફ દૂર થાય છે. જેથી મેં પણ હિજામા પદ્ધતિથી સારવાર કરાવી છે. જેથી તકલીફ રહેતી નથી અને શરીરમાં પડતી તકલીફ દૂર થાય છે.>આમીલ સાહેબ,તૈયબીમહોલ્લા, ગોધરા

^વિશીષ્ટ ચિકિત્સા પદ્ધતિ એવી હિજામા કરવવાથી શરીરના દુ:ખાવામાં 70 ટકા તકલીફ દૂર થઇ જાય છે. ઉપરાંત શરીરમાંથી ખરાબ લોહી દૂર થઇ ગયા બાદ પણ કમજોરી લાગતી નથી. શરીરમાં એક નવી તાજગી જેવો અનુભવ થયો છે. એક વખત હિજામા પદ્ધતિથી ચિકિત્સા કરાવી જરૂરી છે.>મુન્નાભાઇ સ્કીપરવાલા

હિજામા કરાવવાથી થોડું રીલેક્સ લાગે છે

^મનેઘૂંટણની તકલીફ રહેતી હતી. જેના કારણે ઉઠવા બેસવામાં પણ કમજોરી લાગતી હતી. વિશીષ્ટ ચિકિત્સા પદ્ધતિ એવી હિજામા કરાવવાથી થોડું રીલેક્ષ જેવુ લાગે છે. માત્ર ખરાબ લોહી બહાર આવી જાય છે.>ઇદરીશભાઇ એમચાઠીવાલા, (ઉવ.63)

70% તકલીફ દૂર થઇ જાય છે

શરીરમાં થતી વિવિધ બીમારીઓની તકલીફને દૂર કરવા વિશિષ્ટ ચિકિત્સા પદ્વતિ હિજામા (કપ્સ થેરાપી) સારવાર લઇ રહેલા દર્દીઓ.

સારવારનો ફાયદો શું ?

હિજામા(કપ્સ થેરાપી)થી કરાતી સારવાર દરમિયાન ખરાબ લોહી શરીરમાંથી બહાર આવે છે. ખાસ કરીને સાયટીકા, કમર અને હાથ પગના દર્દ, ડાયાબીટીશ, હાથમાં સુજન, ઠાંકણી ખસી જવી, ઢીંચણમાં તકલીફ, ગાદી ખસી જવી, સ્પાર્કિંગસન જેવા અનેક દર્દની તકલીફ દૂર થતી હોવાનું ડૉક્ટરનું કહેવું છે.

હિજામા(કપ્સ થેરાપી) શું છે? કેવી રીતે કરાય છે?

શરીરમાંથતી તકલીફ અંગેની મેડિકલી ઉપચાર થાય છે. જેમાં દર્દીના શરીર પર સૌ પ્રથમ કપ્સ લગાવવામાં આવે છે. વેક્યુમ ક્રિએટ કરીને લગાવાય છે. ત્યારબાદ સર્જિકલ બ્લેડ સ્ટીક મારવામાં આવે છે. થોડા સમય બાદ કપ્સમાં ખરાબ લોહી આવવાનું શરૂ થાય છે. ત્યારબાદ કપ્સમાં ભરેલું લોહી બહાર કાઢી નાંખી દેવામાં આવે છે. થેરાપીથી ઘણા બધા ફાયદા થાય છે.

માત્ર ખરાબ ખૂન કાઢે છે

^મહંમદપયગબર સાહેબે કપિંગ (હિજામા) અંગે જાણકારી આપી હતી. થેરાપી કરાવવા દરમિયાન ખરાબ ખૂન બહાર કાઢવામાં આવે છે. ત્યારે કોઇ તકલીફ પડતી નથી. હિમોગ્લોબીન કાઢવામાં આવતું નથી. જેનું પોઝિટિવ રીઝલ્ટ મળે છે ટ્રીટમેન્ટ મેડિકલી થાય છે.>ડૉ.આઇ.એ.ખેરૂવાલા, હર્બલ, એમડી

પહેલીવારમાં ફાયદો થયો

^છેલ્લાકેટલાક સમયથી કમરમાં દુ:ખાવો, ચાલવામાં તકલીફ પડી રહી હતી. તેમજ નમાઝ પઠવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે ચિકિત્સા પદ્ધતિ હિજામાથી ખરાબ લોહી બહાર નીકળી જાય છે અને તેના ખુબ સારું લાગે છે. પહેલી વખત કરાવવાથી મને ઘણો બધો ફાયદો થયો છે.>વજીઉદ્દીન વલીકરીમવાલા,(ઉવ.68)

પગનીતકલીફમાં સારું છે

^મનેકેટલાક સમયથી પગની તકલીફ રહેતી હતી. જેના કારણે મુશ્કેલી ખુબ પડતી હતી. હિજામા પહેલી વખત કરાયુ છે. કોઇ ડર લાગતો નથી પરંતુ વિશિષ્ટ ચિકિત્સા પદ્વતી એવી હિજામા કરાવવાથી મને થોડું સારું લાગ્યું છે.>મલ્લિકાબેન કલકત્તાવાલા

વિવિધ બીમારીમાં રાહત આપતી વિશિષ્ટ પદ્ધતિની સારવાર ગલ્ફ અને ચાઇનામાં સૌથી વધુ પ્રચલિત
અન્ય સમાચારો પણ છે...