તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા સિવિલ હોસ્પિટલને સ્ટેટ બેંક દ્વારા 20 વ્હીલચેર, સ્ટ્રેચર અપાયા

ગોધરા સિવિલ હોસ્પિટલને સ્ટેટ બેંક દ્વારા 20 વ્હીલચેર, સ્ટ્રેચર અપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાશહેરની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સિવિલ હોસ્પિટલને 10 વ્હીલચેયર અને ટ્રોલી સાથેની 10 સ્ટ્રેચર આપવામાં આવી હતી. ઉપરાંત ડિસ્ટ્રીક્ટર કોર્ટમાં પણ આર.ઓ પ્લાન્ટ મુકાવવામાં આવ્યું હતું. પ્રજાને સુવિધા મળી રહે તે માટે સામાજિક જવાબદારી સમજીને સીએસઆર પ્રોગ્રામ હેઠળ બંને સ્થળે વસ્તુઓ આપવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ગોધરા શાખા દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબિલીટી(સીએસઆર) પ્રોગ્રામ હેઠળ વિવિધ સહકારી અને સરકારી સંસ્થાઓમાં પ્રજાને ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ આપવામાં આવે છે. ત્યારે વખતે સ્ટેટ બેંકની ગોધરા શાખાના ચીફ મેનેજર આર.એલ મુનિયા દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા માટે જેમાં ખાસ કરીને વૃદ્ધ, અશક્ત તેમજ રોગ કે ઇજાને કારણે ચાલી નહીં શકતાં દર્દીઓને સુવિધા રહે તે માટે દસ વ્હીલચેયર આપવામાં આવી હતી. સાથે દર્દીઓને આમથી તેમજ લઇ જવા માટે વ્હીલચેયર પણ આવશ્યક હોવાને કારણે દસ વ્હીલચેયર પણ ટ્રોલિ સાથેની આપવામાં આવી હતી.

તેવી રીતે ગોધરાની ડિસ્ટ્રીક્ટર કોર્ટમાં પણ વકિલો સાથે ત્યાં પોતાના કેસ માટે કે અન્ય કામ માટે આવતાં લોકોને આગામી ઉનાળામાં પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે માટે સંસ્થા દ્વારા એક આર.ઓ પ્લાન્ટ પણ આપવામાં આવ્યો છે.

પ્રજાને સુવિધા મળેે તે માટે સામાજિક જવાબદારી સમજી લીધેલું પગલું

ગોધરાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નગરની સિવિલ હોસ્પિટલને 10 વ્હીલચેયર અને ટ્રોલી સાથેની 10 સ્ટ્રેચર આપવામાં આવી હતી.

કોર્ટમાં RO પ્લાન્ટની સહાય : CSR પ્રોગ્રામ હેઠળ વસ્તુઓ અપાઇ

અન્ય સમાચારો પણ છે...