Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કડાણાના રેલવાની ગૂમ પરણિતાની લાશ કુવામાંથી મળી આવતા ચકચાર
કડાણાતાલુકાના ડીંટવાસ પોલીસ મથકની હદમાં આવેલ રેલવા ગામની ગૂમ પરણિત યુવતીની કુવામાંથી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ ઉશ્કેરાઇને પતિના બે મકાન સળગાવી દીધા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતી પર કાબુ મેળવી બન્ને કુટુંબ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ડીટવાસ ગામ પાસે આવેલા રેલવા ગામે રહેતી લીલાબેન સુભાષભાઇ વાગડીયાની છેલ્લા 3 દિવસથી ગુમ થઇ ગઇ હતી. જે અંગેની જાણવા જોગ ડીટવાસ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ પરિવારજનો દ્વારા પણ સધન શોંધખોળ આરંભવામાં આવી હતી. પરંતુ કોઇ પત્તો લાગ્યો હતો. દરમિયાન ગઇ દિવસે યુવતીની લાશ નજીક આવેલા કુવામાંથી મળી આવી હતી. બનાવથી ભારે ખળભળાટ મચી ગયો હતો. તદ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ટોળે વળ્યા હતા. બીજી તરફ લાશ કુવામાંથી મળતા યુવતીના માતા પિતા અને પરિવારજનો અને ગ્રામજનો દોડી આવતા તેઓમાં આક્રોશમાં આવી ગયા હતા. તેમજ કેટલાક ઉશ્કેરાઇ જઇ પતિના બે મકાન સળગાવી દીધા હતા. બીજી તરફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેઓ દ્વારા જરૂરી તપાસ આરંભી હતી. જેમાં પોલીસ દ્વારા લાશને બહાર કાઢી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડાણા પહોંચાડી હતી. જયાં તબીબ દ્વારા પીએમ કરવામાં આવ્યુ હતું. જેમાં તેને માથાના ભાગે ઇજા પહોંચવાથી મોત થયુ હોવાનું કહેવાય છે. પોલીસ દ્વારા બન્ને પક્ષની સામ સામે ગુનો નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા હતા. જેમાં મૃતક યુવતિના પિતા દેવાભાઇ નાથાભાઇ તલારે ડીટવાસ પોલીસ મથકે સુભાષભાઇ સરદારભાઇ વાગડીયા, સરદારભાઇ કંકાભાઇ વાગડીયા, મંગુબેન સરદારભાઇ વાગડીયા, મહેશભાઇ સરદારભાઇ વાગડીયા તથા રાધાબેન મહેશભાઇ વાગડીયા ફરિયાદ આપતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જ્યારે સામે પક્ષ સરદારભાઇ વાગડીયાએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી હતી.
હાલ તપાસ ચાલુ છે
^કેસની હજુ તપાસ ચાલી રહી છે તપાસ બાદ કાર્યવાહી કરાશે હજુ સુંધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. હાલ પરિસ્થિતી કાબુમાં છે. > એલ.જી.ચંપાવત, પીએસઆઇ
પતિના બે મકાન સળગાવ્યા : બન્ને કુટુંબ સામે ગુનો નોંધી કાર્યવાહી કરાઈ
રેલવા ગામની ગૂમ પરણિત યુવતીની કુવામાંથી લાશ મળ્યા બાદ કેટલાક દ્વારા ઉશ્કેરાઇને પતિના બે મકાન સળગાવી દીધા હતા. તસવીર- ઇલ્યાસ શેખ