તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા ખાતે લાઈફ મિશન દ્વારા રાજર્ષિ મુનિના પૂજન વંદન કરાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા ખાતે લાઈફ મિશન દ્વારા રાજર્ષિ મુનિના પૂજન-વંદન કરાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લીમખેડા, ફતેપુરા અને ગોધરામાં ગુરુપૂર્ણિમાની ઉજવણી

કાલોલ તાલુકાના જંત્રાલનાં ઘનશ્યામ મંદીરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું

ગુરૂપૂર્ણિમાના પાવન દિવસે ગોધરા ખાતે લાઇફ મિશન ગુરૂ વંદનાનો મહોત્સવ ઉજવ્યો હતો. જેમાં હજારો શિષ્યોએ ગુરૂ રાજર્ષિ મુનિના પૂજન-વંદન કર્યા હતાં. પ્રસંગે રાજયના શિક્ષણ, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતોના મંત્રી તથા પંચમહાલ જિલ્લા પ્રભારી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સ્વર્ણિમ ગુજરાત-પ૦ મુદા્ અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજા ઉપસ્થિત રહયાં હતાં.

ગુરૂ રાજર્ષિ મુનીના ચરણ વંદના સાથે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉપસ્થિતોને સંબોધતા જણાવ્યું હતું કે, દેશ અને દુનિયામાં યોગ વિશે રાજર્ષિ મુનિની જાણકારી અદ્વિતિય છે. હરિફાઇના યુગમાં માનવીની જિંદગી દોડધામ અને માનસિક કષ્ટવાળી બની છે તેવા સમયમાં સારૂં સ્વાસ્થ્ય જરૂરી છે અને સારા સ્વાસ્થ્ય માટે યોગ જરૂરી છે. રાજયમાં સ્થપાયેલી લકુલીશ યોગ યુનિવર્સિટીમાં આજે દેશ વિદેશના અભ્યાસુઓ યોગના અભ્યાસાર્થે આવે છે જે ગુરૂજીની દેન છે. જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજર્ષિ મુનિ તેમના શિષ્ય સમુદાય અને લાઇફ મિશનનું હદયપૂર્વક સ્વાગત કરવાનું જણાવી પોતાના પ્રભાવ હેઠળના જિલ્લાને પસંદ કરવા આભાર વ્યકત કર્યો હતો. સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદા્ અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્યક્ષ આઇ.કે.જાડેજાએ લાઇફ મિશન સંસ્થાના વિવિધ પ્રકલ્પો, સેવાઓ અને પ્રવૃત્તિઓની ટૂંકી જાણકારી આપતા જણાવ્યું હતું કે ધર્મ આચરણ સાથેનો વ્યવહાર વ્યકિતને આગવી શકિત આપે છે. ગુરૂનો સત્સંગ અને જ્ઞાન વ્યકિતને એક નવી દ્રષ્ટિ પ્રદાન કરે છે. જેની દ્રષ્ટિ બદલાય છે તેનું જીવન ધન્ય બની જાય છે. આજે સમાજમાં આચરણ ઘટી રહયું છે જેનાથી અનેક સમસ્યાઓ ઉદભવી છે. જેને માટે યોગ્ય વ્યવસ્થાઓ ઉભી કરવી પડશે. વ્યવસ્થાઓ માટે સંત પુરૂષો અને સદગુરૂઓ દ્વારા પ્રયાસો થઇ રહયાં છે. સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે ગુરૂ વંદનાના કાર્યક્રમમાં ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, ધારાસભ્ય અરવિંદસિંહ રાઠોડ, ભાજપના જિ.પ્રમુખ અશ્વિનભાઇ પટેલ, જિ.કલેકટર પી.ભારથી સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા.

અનેક શહેરોમાંથી હજારોની સંખ્યામાં ગુરૂભક્તો ઉમટ્યાં

જંત્રાલના ઘનશ્યામ પ્રભુ મંદીરમાં ગુરૂપૂર્ણિમાની ભક્તિ ભાવથી ઉજવણી કરવામાં આવી હતી. તસવીર-યોગેશશાહ

સારા સ્વાસ્થ્ય માટે યોગ જરૂરી છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા

આર્શીવચન આપતા પ.પુ. ગુરૂદેવ રાજર્ષિ મુનિજી. તસવીર-હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો