તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરાના ઉત્સવ બંગલાના બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરાના ઉત્સવ બંગલાના બંધ ઘરમાં તસ્કરોનો હાથફેરો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાશહેરના બામરોલી રોડ ઉપર આવેલા ઉત્સવ બંગલાની બાજુમાં કેલાવનમાં આવેલા બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતું. માત્ર બે કલાકની અંદર તસ્કરોએ મુખ્ય દરવાજાના નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં માલસામાન વેરવિખેર કરી નાંખ્યો હતો. સોના ચાંદીના દાગીના તથા રોકડા મળી ~1.30 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવની જાણ મકાન માલિક દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરીના પગેરૂ મેળવવા માટે ર્ડાગ સ્કર્વાડ તથા ફીંગર પ્રિન્ટની મદદ લેવામાં આવી હતી.

ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલા 117 ઉત્સવ બંગાલની બાજુમાં કેલાવન માં રૂષિકુમાર નરસિંગદાસ બુલાણી પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ગત તા. 17 જુલાઇના રાત્રીના 9 વાગ્યાના અરસામાં સાળીની સગાઇ હોવાથી પરિવાર સાથે ગોધરાના બહારપુર વિસ્તારમાં ગયા હતા. જ્યાં પ્રસંગ પતાવી રાત્રીના 11 વાગ્યાએ પરત આવ્યા હતા. જ્યાં તેઓએ મકાનના દરવાજાને મારેલુ તાળુ નકુચાથી તુટેલુ હતું. જેથી કાંઇ અજુગતુ લાગતા તેઓ અંદર ગયા હતા. જ્યાં રૂમમાં જતા પેટી પલંગ ખુલ્લો હતો. અંદરના રૂમમાં તિજોરીનો સરસામાન વેરવિખેર હતા. તેમજ ઉપરના રૂમમાં મુકેલો સામાન પણ વેરવિખેર હતો. જેના કારણે મકાનમાં તપસા કરતા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા ચોરી થયા હોવાનું માલુમ પડ્યુ હતું. જેમાં સોનાના લાલપટ્ટીવાળા પાટાલા નંગ 2 કિંમત ~7000, સોનાની કાનની વાળી નંગ- 2 કિંમત ~10000, સોનાની નાની મોટી વિટી નંગ- 3 કિંમત ~6000, સોનાની ઓમ ડીઝાઇનનું પેંડલ કિંમત ~3500, સોનાની નથણી કિંમત ~2500, ચાંદીના પાયલ જોડ નંગ- 3 કિંમત ~5000, ચાંદીના કડા કિંમત ~1500 તથા રોકડા ~95000 મળી ~1.30 લાખ ઉપરાંતની ચોરી થઇ હોવાનું જણાઇ આવ્યુ હતું. પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

દાગીના સહિત ~1.30 લાખની મત્તાની ચોરી

તસ્કરોએ દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો