• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વડેલાવ ગામ પાસેથી કતલખાને લઇ જવાતા 4 પશુ બચાવ્યા

વડેલાવ ગામ પાસેથી કતલખાને લઇ જવાતા 4 પશુ બચાવ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના વડેલાવ ગામ પાસેથી ટાટાસુમોમાં ઘાસચારા વગર અને મુશ્કેટાટ બાંધેલી હાલતમાં કતલખાને લઇ જવાતા 4 મુંગા પશુઓને ગોધરા તાલુકા પોલીસે બચાવી લીધા હતા.

પોલીસ પાસેથી મળતી માહીતી અનુસાર ગત તા.11 ઓગસ્ટના રોજ ગોધરા તાલુકાના કેવડીયા નજીક આવેલ વડેલાવ બસ સ્ટેન્ડ પાસે પોલીસ તપાસ કરી રહી હતી. ત્યારે એક શંકાસ્પદ ટાટાસુમો ગાડી આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી પુરપાટ હંકારી રોંગ સાઇડમાં આવતી મોટર સાઇકલને ટકકર મારી હતી. અને સુમોનો ચાલક ગાડી રસ્તા ઉપર મુકી ફરાર થઇ ગયો હતો. જેથી પોલીસે ટાટાસુમો ગાડીમાં તપાસ કરતા અંદર પગો ઉપર તેમજ મોઢા ઉપર ટુંકા દોરડા વડે ક્રુરતાથી બાંધી કોઇ પાણી કે ઘાસચારોની સગવડ વગર તેમજ કોઇ પાસપરમીટ વગર કલતખાને લઇ જવાતા બળદો નંગ 2, ગાય નંગ 2 કુલ 4 પશુઓ કિ.રૂ.32 હજાર તથા ટાટા સુમો ગાડી કિ.રૂ.80 હજાર મળી કુલ 1.12 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નંબરના આધારે ટાટાસુમોના માલીક શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

પશુ તથા ગાડી મળી કુલ1.12 લાખનો મદ્દામાલ જપ્ત

ટાટાસુમોએ મોટર સાઈકલને પણટક્કર મારી હતી

અન્ય સમાચારો પણ છે...