• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • N.C.P. ના મ. ગુ.ના પ્રભારી સહિત કાર્યકરોની રાજીનામાની ચીમકી

N.C.P. ના મ. ગુ.ના પ્રભારી સહિત કાર્યકરોની રાજીનામાની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
N.C.P.ના મધ્ય ગુજરાતના પ્રભારી આશિષ પટેલ સહિત 3000 ઉપરાંત કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં જણાવ્યુ હતુ કે અમે સૌ કોગ્રેસની વિચારધારા વાળો પક્ષ હોય પક્ષમાં જોડાયા હતા. પરંતુ પ્રદેશ પ્રમુખના રાજ્યસભાના વોટને લઇને અમારા સૌમાં તર્ક વિતર્કો ઉત્પન થયા છે. જેથી અંગે અમોને સાત દિનમાં યોગ્ય જાણકારી નહી મળે તો સામુહીક રાજીનામા ભરી દઇ પક્ષ સાથે છેડો ફાડી નાખવાની ચિમકી ઉચ્ચારી છે. ગત 8 ઓગષ્ટના રોજ યોજાયેલ રાજ્યસભાની ચુટણીમાં ભાજપા સહિત કોગ્રેસના ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. પરંતુ તમામ પક્ષ દ્વારા વ્હીપ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ N.C.P.ના ધારાસભ્યોએ આપેલા મતોમાં યોગ્ય જાણકારી મળતી નહોવાથી N.C.P. ના મધ્ય ગુજરાતના પ્રભારી આશિષ પટેલ સહિત 3000 ઉપરાંત કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામુ આપવાની ચીમકી ઉચ્ચારી છે. વધુમાં તેમને જણાવ્યુ હતુ કે અમે સૌ કોગ્રેસની વિચારધારા વાળો પક્ષ હોય પક્ષમાં જોડાયા હતા. પરંતુ પક્ષ દ્વારા ભાજપાને મત આપવાનું જણાવવામાં આવ્યુ હતુ જેને કારણે અમોને દુ:ખ થયેલ છે. અને બીજી તરફ પ્રદેશ પ્રમુખ જયંત પટેલના રાજ્યસભાના વોટને લઇને અમારા સૌમાં તર્ક વિતર્કો ઉત્પન થયા છે. અંગે સાત દિનમાં યોગ્ય જાણકારી નહી મળે તો મધ્ય ગુજરાતના પ્રભારી આશિષ પટેલ સહિત 3000 ઉપરાંત કાર્યકરોએ સામુહીક રાજીનામા ધરી દઇ પક્ષ સાથે છેડો ફાડી નાખવાની ચિમકી ઉચ્ચારી છે.

3000 ઉપરાંત પક્ષના કાર્યકરોની ચીમકી

કયા પક્ષને વોટ આપ્યો તેનો ખુલાસો માંગ્યો

અન્ય સમાચારો પણ છે...