• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા લુણાવાડા સંતરામપુરમાં ભાજપા દ્વારા વિજયોત્સવ મનાવાયો

ગોધરા- લુણાવાડા-સંતરામપુરમાં ભાજપા દ્વારા વિજયોત્સવ મનાવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો જ્વલંત િવજય

પાંચ રાજ્યોની ચુંટણીના પરિણામો જાહેર થતાં ભાજપ છાવણી ગેલમાં

ભાસ્કર ન્યુઝ | ગોધરા/લુણાવાડા/સંતરામપુર

શનિવારનારોજ પાંચ રાજ્યોની ચુંટણીમાં ભાજપ તરફી બહુમતી આવતા પંચમહાલ તથા મહિસાગર જીલ્લાના ભાજપા કાર્યકર્તાઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.વિજયને અનુલક્ષીને ગોધરા,લુણાવાડા તથા સંતરામપુર ખાતે કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને વિજયોત્સવ મનાવ્યો હતો.

સમગ્ર દેશની નજર ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચુંટણી ઉપર મંડાયેલી હતી.અને રાજકિય પંડીતો માને છે કે દિલ્હીનો રસ્તો વાયા ઉત્તર પ્રદેશ થઇને પહોચાય છે.ત્યારે દેશની મહત્વના પ્રદેશની ચુંટણીને અનુલક્ષીને સ્વંય વડાપ્રધાન નરેન્દ્ર મોડી સાથએ 40 જેટલા મંત્રીઓ જાણે રાત દિવસ ઉજાગરા કરીને મતદારોને રીઝવવા અનેક પ્રયત્નો કર્યા હતા આખરે શનિવારના રોજ જાહેર થયેલા પરિણામોમાં ઉત્તરપ્રદેશમાં ચૂંટણીમાં બીજેપીના જ્વલંત પરિણામ આવતા ગોધરા તથા મહીસાગરના લુણાવાડા ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ,ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. ઢોલ ડી,જે ના તાલે નાચી અને ગુલાલ ની છોડ ઉડાડી વિજય ઉત્સવ મનાવવા માં આવ્યો હતો અને એકબીજાને મીઠાઈ ખવડાવી મો મીઠું કરાવ્યુ હતુ. ગોધરામાં જીલ્લા પ્રમુખ અશ્વિન પટેલ જ્યારે લુણાવાડામાં ભાજપના જીગ્નેશ સેવક,મુળજીભાઇ રાણા,જીગ્નાશુ જાની તથા કાર્યકરો હાજર રહ્યા હતા.તેમજ સંતરામપુરમાં સંદીપ ભોઇ,નરેન્દ્ર પટેલ,શાંતીલાલ પટેલ,કેવલ રાઠોડ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...