• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ત્રણ જીલ્લાના શ્રમયોગીને પેન્શન ચુકવવાનો કોર્ટનો આદેશ

ત્રણ જીલ્લાના શ્રમયોગીને પેન્શન ચુકવવાનો કોર્ટનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ,મહિસાગર તથા દાહોદ જીલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં વર્ષોથી ફરજ બજાવતા રોજમદાર શ્રમયોગીઓકે જેઓએ નોકરીની દાખલ તારીખથી સળંગ પાંચ વર્ષ પુરા કરેલા હોય તેમજ દરેક વર્ષમાં 240 દિવસ કરતા વધુ દિવસ કામગીરી કરેલી હોય તેવા દસ વર્ષની નોકરી કરનાર શ્રમયોગીઓને સરકારી લાભો ચુકવવા માટે તા. 17-10-1988ના રોજ માર્ગ અને મકાન મંત્રીના અધ્યક્ષ સ્થાને પરિપત્ર કરીને 10 વર્ષની નોકરી કરનાર અને નિવ્રુત્તિના આરે પહોચેલાને પેન્શન પાત્ર ગણવા અંગેનો પરિપત્ર કર્યો હતો. સરકાર દ્વારા 24-03-2006ના રોજ નવો પરિપત્ર કરીને સળંગ 10 વર્ષનો સમયગાળો રદ્દ કરીને 20 વર્ષનો સમયગોળા સુધી નોકરી કરનાર રોજમદારોને પેન્શન પાત્ર ગણવાનો પરિપત્ર કર્યો હતો જેનાથી નારાજ થઇને રોજમદારો દ્વારા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો હાઇકોર્ટ દ્વારા દસ વર્ષ નોકરી કરનાર શ્રમયોગીઓને પેન્શન પાત્ર ગણવાનો આદેશ કરતા આનંદ ફેલાયો છે.

શ્રમયોગીઓમાં આનંદની લાગણી વ્યાપી

માર્ગ-મકાન વિભાગમાં 10 વર્ષની નોકરી કરનાર

અન્ય સમાચારો પણ છે...