• Gujarati News
  • પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલજિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સમિતિ ભાગ-2ની બેઠક આગામી તા.18ના રોજ યોજાશે. જિલ્લા આયોજન હોલમાં સવારે 11 કલાકે થનારી બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સાંસદ આદર્શ ગ્રામ યોજના, જન સુરક્ષા શિબિરની કામગીરી, માહત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળની કામગીરી અને સમીક્ષા, ગતિશીલ ગુજરાત-4 તથા પ્રગતિશીલ પંચમહાલ, લોક સંવાદ સેતુ, ચિંતન શિબિર, અન્ય કચેરીઓના પ્રશ્નો, 20 મુદ્દા અમલીકરણ બાબતની ચર્ચા, લોકાભિમુખ વહીવટ/ નાગરિક અધિકાર પત્રની અરજીઓની સમીક્ષા, આપત્તિ વ્યવસ્થાપન કામગીરીની સમીક્ષા સહિત જિલ્લાની વહીવટી કામગીરીની ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.

જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અધિકારીએ જાતે હાજર રહેવાનું રહેશે. કલેકટરની મંજુરી વગર ગેરહાજર રહેવું નહિ કે પ્રતિનિધિને મોકલવા નહિં. બેઠકમાં સમય બાદ આવનાર અધિકારીઓની ગેરહાજરી ગણાશે. બાબતે જિલ્લાની કચેરીના તમામ વડાઓએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.