• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • કાલોલના બેઢીયામાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર પોલીસનો સપાટો

કાલોલના બેઢીયામાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર પોલીસનો સપાટો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરના બેઢીયાના ગુલાબસિંહ કેશરીસિંહની મુવાડી ખાતે આરઆરસેલ પોલીસે દેશી દારૂ બનાવતી દેશીદારૂની ભઠ્ઠી ઉપર છાપો મારીને ચાર ઇસમોને અટક કરીને દેશીદારૂનો જથ્થો તથા અખાદ્ય ગોળનો જથ્થો સહીત મુદ્દામાલ કબજે કરીને તમામ વિરુદ્ભ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીને આગળની કાર્યવાહી કરી હતી.

કાલોલ તાલુકાના વેજલપુરના બેઢીયા ગામે દેશી દારૂની ભઠ્ઠીમાં દેશીદારૂ બનાવી રહયા હોવાની બાતમી પંચમહાલ રેંજ ગોધરા આરઆરસેલના પોસઇ એ.એ.ચૌધરીને મળતાં પોલીસનો કાફલોએ બેઢીયા ગામે ગુલાબસિંહ કેશરીસિંહની મુવાડી ખાતેની દેશીદારૂની ભઠ્ઠી પર છાપો માર્યો હતો. પોલીસે ચાલુ દેશીદારૂની ભઠ્ઠીમાંથી 1245 લીટર દેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.તથા નાના મોટા કેરબા નંગ-19 તેમજ દેશીદારૂ બનાવવા માટે ઉપયોગ માં લેવતો અખાદ્ય ગોળનો જથ્થો કબજે કર્યા હતા.

પોલીસે દેશીદારૂની ભઠ્ઠીના સાધનો તથ દારૂ ગાળવાના સાધનો પણ કબજે કરીને સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવતાં બેઢીયાના રહેવાસીઓ જશંવતસિંહ વખતસિંહ ચૌહણ,વિપુલ જશંવતસિંહ ચૌહણ, હરમાનસિંહ હિમંતસિંહ ચૌહાણ તથા પ્રભાતસિંહ વખતસિંહ રાઠોડને સ્થળ ઉપરથી ઝડપી પાડયા હતા. જયારે રાજુ મન્સુરી રહે. વેજલપુરનાઓએ પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો. પોલીસે તમામ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહીનો ગુનો નોધીને ફરાર આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

કાલોલ તાલુકાના બેઢીયા ગામેથી દેશીદારૂ બનાવવાના વોશ સાથે પંચમહાલ રેંજ આરઆરસેલે ચાર ઇસમોની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...