• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે

પંચમહાલના મોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિવાસી સમાજના ભવ્‍ય ઇતિહાસ અને ગૌરવવંતી સંસ્‍કૃતિમાંથી પ્રેરણા લઇ તેની ઉજજવળ પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવાના પ્રયત્નના ભાગ સ્‍વરૂપે પ્રતિવર્ષ ૯ ઓગસ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે સંયુકત રાષ્ટ્રો દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલા આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આ દિવસનું અનોખું મહત્વ છે. ગુજરાતમાં પણ અંબાજી થી લઇ ઉમરગામ સુધીના વિસ્તારમાં આવેલા ૧૪ જિલ્લાઓ, ૫૨ તાલુકાઓ તથા ૪૫૦૦ ગામડાઓમાં ફેલાયેલા ૯૦ લાખના વિશાળ આદિવાસી સમાજની અનોખી સંસ્કૃતિ છે. રાજય સરકારે આ દિવસને સમગ્ર ગુજરાતમાં ભવ્ય રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. જે મુજબ પંચમહાલ જિલ્લાના મોરવા (હ) તાલુકાના મોરા ગામે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ વિશ્‍વ આદિવાસી દિવસની ભવ્‍ય ઉજવણી થનાર છે. ઉજવણી દરમિયાન આદિવાસી સમાજના

...અનુ. પાન. નં. 2

સંતરામપુરમાં 9મી ઓગસ્ટે ઉજવણી
વિશ્વ સંસ્થા યુનો દ્વારા વિશ્વના તમામ આદિવાસી જાતિ માટે જાતિ વિશેષનો દરજ્જો આપી આ સમુદાય માટે એક ખાસ દિવસ વિશ્વ આદિવાસી દિન તરીકે 9મી ઓગસ્ટે જાહેર કરેલ છે.આ દિવસે સંતરામપુર ખાતે સમાજના પ્રબુધ્ધ નાગરીકોએ સમાજના ઉત્થાનના પર્યાય તરીકે એક રચનાત્મક કાર્યક્રમ દ્વારા યોજવામાં આવશે.આ દિવસે સંતરામપુર અને કડાણા તાલુકાના તમામ આદિવાસી સમાજના વિવિધ ગામોમાંથી નગરમાં એકત્રિત થશે. ત્યારબાદ નગરમાં વિવિધ રસ્તાઓ પર બેનર્સ સહિત બાઇક અને પગપાળા રેલી સાથે રેલીના માર્ગ પર વૃક્ષારોપણ તેમજ જનજાગૃતિના ભાગરૂપે વિવેકી સૂત્રોચ્ચાર પણ કરશે. રેલી સંતરામપુરની નગરચર્યા પછી એસ.પી. હાઇસ્કૂલના મેદાનમાં એકત્રિત થઇ સામાજીક અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરશે.આ દિવસને આદિવાસી સમાજના વિકાસ અને ભાવિ રચનાત્મક પ્રવૃતિઓના ભાગરૂપે નક્કી કરેલ દિવસ વિશેષની ઉજવણી આદિવાસી પરિવારના નેજા હેઠળ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...