તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા ડેપો ખાતે લોકોને શિક્ષણ અંગેના કાયદાની માહિતી અપાઇ

ગોધરા ડેપો ખાતે લોકોને શિક્ષણ અંગેના કાયદાની માહિતી અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હ્યુંમેનીસ્ટ રેશનાલીસ્ટ એસો. અત્રેની સંસ્થા દ્વારા જીલ્લામાં શિક્ષણ અને માનવ વિકાસને મદદરૂપ થતા જન જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે. લોક જાગૃતિ માટે અમદાવાદની સંસ્થા જનવીકાસ સંસ્થાનના સહયોગથી શિક્ષણના કાયદા વિશે માહિતી આપતા સ્ટોલ વિવિધ જાહેર સ્થળોએ મુકવામાં આવે છે. તા.૨૧ ઓગસ્ટના રોજ બપોરે ૧૨ કલાકેથી દરમ્યાન ગોધરા એસ.ટી.ડેપો ખાતે સ્ટોલ મૂકી લોકોને શિક્ષણ અંગેના કાયદાની માહિતી પૂરી પડી હતી. આ સ્ટોલનું ઉદ્ઘાટન ડો. સુજાત વલી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રશંગે તેઓએ જણાવ્યું હતું ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ માટે કાયદો છે. શાળાએ ન જતા બાળકો ધ્યાનમાં આવે તો દરેકે સદર સંસ્થાઓની મદદ લઈને શાળાએ મોકલવા જોઈએ. ગામડાઓમાંથી ગોધરા ખાતે આવતા લોકો શિક્ષણ અને તે અંગેના કાયદાઓની માહિતી મળે તે માટે ગોધરા બસ સ્ટેન્ડ ખાતે સ્ટોલ ગોઠવવામાં આવ્યો હતો. પત્રિકાઓ, પેમ્પલેટ, ડિસ્પ્લે બોર્ડ વગેરે દ્વારા લોકોને શિક્ષણ અંગેની માહિતી આપવામાં આવી હતી. સાથે સાથે ગ્રામ્ય કક્ષએથી આવતા વાલીઓને જન વિકાસ સંસ્થાના કો ઓર્ડીનેટર રેહાનાબેન અને ઈરફાનભાઈએ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતી વિવિધ સહાયતા અને તે મેળવવા માટેના અધિકારો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગોધરા એસ.ટી.ડેપો ખાતે સ્ટોલ મૂકી લોકોને શિક્ષણ અંગેના કાયદાની માહિતી પૂરી પડતા સ્ટોલનું ઉદ્ઘાટન ડો. સુજાત વલી દ્વારા કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...