તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચમહાલ જિ.માં સાર્વત્રિક વરસાદ ગોધરામાં બે ઇંચ : ખેતીને ફાયદો

પંચમહાલ જિ.માં સાર્વત્રિક વરસાદ ગોધરામાં બે ઇંચ : ખેતીને ફાયદો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચ. જિલ્લામાં સવારથી દિવસ દરમિયાન વરસાદી ઝાપટાં પડ્યા હતા.

ભાસ્કર ન્યુઝ | ગોધરા

પંચમહાલ જિલ્લામાં બીજા રાઉન્ડમાં વરસાદની ઇનીંગ ચાલુ થતાં સોમવારની રાતથી શરુ થયલો વરસાદ દિવસભર વરસ્યો હતો.આખો દિવસ ચાલુ રહેલો વરસાદથી ગોધરાના રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા હતા. ઝરમર વરસાદના લીધે ગોધરાના રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. પરંતું તાજેતરમાં વરસેલા 9 ઇંચ વરસાદથી ભરાયેલા પાણી ઓસર્યા બાદ ફરીથી ગોધરામાં બે ઇંચ વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તાર પાણી ભરાયા હતા. સવારે 6 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ અટકી અટકીને પડતાં બજારો તહેવારો માં સુના રહ્યા હતા.

...અનુ. પાન. નં. 2

બાલાશિનોરમાં અઢી ઇંચ વરસાદ : નાલંદા સોસાયટીના રસ્તે પાણી ભરાયા
બાલાશિનોરમાં છ વાગ્યા સુધીમાં 60 મીમી વરસાદ નોંધાયો છે. જયારે હાલ સુધીમાં કુલ વરસાદ 506 મીમી નોંધાયો છે. સોમવારની સાંજથી જ વાદળ ઘેરાયા હતા અને છુટાછવાયા છાંટા પડતા હતા. મંગળવારે બપોરના 12 વાગ્યા સુધી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અને છ વાગ્યા સુધીમં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો. જયારે નાલંદા સોસાયટી થવાના રસ્તે પાણી ભરાતા રહીશો, વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા હતા. પાલીકામા રજુઆતો કરવા છતાં કોઇ નિકાલ ન આવતા રોષ ફેલાયો હતો.

સવારે 6થી 6 સુધીના વરસાદના આંકડા
ગોધરા-49 મી.મી, કાલોલ-42 મી.મી, હાલોલ-87 મી.મી, જાંબુધોડા- 45 મી.મી, ઘોઘંબા-24 મી.મી, શહેરા-63 મી.મી તથા મોરવા(હ)- 79 મી.મી મળીને જિલ્લામાં કુલ 389 મી.મી વરસાદ નોધાયો હતો.

વાંકલેશ્વર ડેમ છલકાવાની તૈયારીમાં
દાહોદ જિ.માં ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદથી ખેડૂતોમાં રાજીપો
અન્ય ડેમો એક મીટર ભરાયા બાદ છલકાશે
ભાસ્કર ન્યુઝ | દાહોદ

સોમવારે મોડી સાંજથી દાહોદ શહેર સહિત તાલુકામાં જોરદાર વરસાદ પાડ્યો હતો. તો બાદમાં ગત રાતે 2 થી 4 ની વચ્ચેના સમયે પણ વરસાદની રમઝટ ચાલુ રહી હતી. મંગળવારે સવારે 6 થી મંગળવારે સાંજના 4 સુધીમાં દાહોદ ખાતે 13 મીમી, ઝાલોદમાં 51, સંજેલીમાં 50, ફતેપુરામાં 32, લીમખેડામાં 37, ગરબાડામાં 12, ધાનપુરમાં 10, દેવગઢ બારિયામાં 25 અને સીંગવડમાં 17 મીમી વરસાદ નોંધાયો હતો. તો દાહોદ જિલ્લાના તમામ 8 ડેમોની પરિસ્થિતિ આ મુજબ રહેવા પામી છે. પાટાડુંગરી( હાલ 167.49 મી./ પૂર્ણ સપાટી 170.84 મી.), માછણનાળા (274.10 / 277.64), હડફ (165.60 / 166), કાળી-ટુ (251.10 / 257), ઉમરિયા (280.10 / 280), અદલવાડા (236.20 / 237.3), વાકલેશ્વર (223.33 / 223.58) અને કબુતરી (182.95 / 186.30). આમ, ઉમરિયા ડેમ છલકાયો છે તે સિવાય વાકલેશ્વર ડેમ લગભગ પૂર્ણ ભરાઈ જવા પામ્યો છે. તો હડફ, અદલવાડા વગેરે ડેમો પણ માંડ એક મીટર પાણી ભરાયા બાદ છલકાશે.

સંતરામપુરમાં વરસાદનું આગમન થતા સુકી અને ચિબોટા નદીમાં નવા નિર આવ્યા
સંતરામપુર પંથકમાં બે દિવસથી સતત વરસાદ ચાલુ થતા નિચાણવાળી સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા. શિકારી ફળીયામાં તો પાંચ ફુટ જેટલુ પાણી ભરાઇ ગયુ હતુ. સતત વરસાદ ચાલુ રહેતા સંતરામપુર તાલુકાના ખેડૂતોને પણ પાકમાં સારો થવાની આશા બંધાઇ છે. તેમજ સંતરામપુરમાં વરસાદથી સુકી અને ચિબોટા નદીમાં નવા નિરની આવક જોવા મળી હતી. તેમજ ગોધરા ભાગોળ રોડ વિસ્તારમાં આવેલ ભોંયરામાં અને કોમ્પલેકસમાં પાણી ભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...