તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • અસામાજીક તત્વો સામે એટ્રોસિટીની કાર્યવાહી કરવા કલેકટરને આવેદન

અસામાજીક તત્વો સામે એટ્રોસિટીની કાર્યવાહી કરવા કલેકટરને આવેદન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લામાં વિવિધ ડેમ બનાવવા વિસ્થાપિત થયેલાઓને આજદિન સુધી જમીન કાગળો આપ્યા છે. પરંતું કબજો પણ મળેલ નથી તેથી આ જમીનો ઉપર અસામાજીક તત્વો ધામધમકીથી કબજો કરીને હુમલા કરવાના બનાવમાં રક્ષણ આપતી એટ્રોસીટી એકટની કલમ મુજબ કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર કડાણા ડેમ પાનમ ડેમ સહીત ડેમો બનાવતી વખતે વિસ્થાપિત થયેલ લોકોને અન્ય જગ્યાએ જમીનો આપવામાં આવી છે. પરંતુ સદર જમીનો કાગળો પર આપવામાં આવી છે. તેમજ તેનો કબજો પણ મળેલ નથી.તેમજ અન્ય સુવિધા પણ મળેલ નથી. વિસ્થાપિતોની જમીનો ઉપર સ્થાનિક લોકો ધાકધમકીઓ આપીને હુમલા કરે છે.

આવો જ બનાવ કડાણા જળાશય બનવાથી તેઓની જમીન ડુબાણમાં જવાથી વિસ્થાપિત પારગી પ્રવિણભાઇને બામરોલી ખાતે પુન:વસવાટ કરે છે. અને આ જમીન બાબતે કેટલાક અસામાજીક તત્વો હુમલો કરતાં એટ્રોસીટી મુજબનો કેસ દાખલ કર્યો છે. પણ આજદિન સુધી ધરપકડ થયેલ નથી.જેથી વિસ્થાપિતોમાં અસલામતીનો ભય ઉદ્દભવેલ હતો. તેથી આવા અસામાજીક તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરતું આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...