ખાનપુરના કલેશ્વરી ખાતે ગોકુળ આઠમનો ભવ્ય મેળો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહીસાગરજિલ્લાના ખાનપુર તાલુકાના મુખ્ય મથક બાકોર પાસે કલેશ્વરીમા જન્માઠમીનો પરાપુર્વથી મેળો ભરાય છે. કલેશ્વરી પુરાતત્વ ખાતા દ્વારા રક્ષિત સ્મારક ધામ છે. અહી દશમી બારમી સદીના શિલ્પ સ્થાપત્યો જોવા મળે છે. સાસુ વહુની વાવ,ભીમ અર્જુનની ચોરી, હેડીંબાના પગલા, શીકાર મઢી, દેવ દેવી સભાગ્રૂહ, હનુમાનજીની ખુલ્લુ મંદિર, કલેશ્વરીમાતાનું મંદિર, શીવ મંદિર, કુવો તથા સ્નાન કુંડ અહી સદીઓથી જોવા મળે છે. લુણાવાડાથી 28 કી.મી, મોડાસાથી 40 કી.મી, વિરપુરથી 25 કી.મી. અંતરે સ્થાનક આવેલું છે.

અહી શીવરાત્રીના લોક કલામેળામાં ગુજરાત અને ભારત ભરમાંથી દર વરસે હજારો કલાકારો, સર્જકો આવતા હોઇ સ્થળની ખ્યાતી દેશવિદેશ સુધી વિસ્તરી છે. એજ રીતે જન્માસ્ઠમીનો મેળો પણ પરાપુર્વથી ભરાય છે.એવું કહેવાય છે કે એક જમાનામાં વિસ્તારોમાં કોઇ વસ્તિ હતી નહી. ત્યારે બાકોરમાં પહેલ વહેલાં ડામોર સમાજ આવીને વસ્યો અને એકલા એકલા રહેતા સમાજના વડવાઓએ બાકોર અને બીજા ગામોમાં 18 જેટ્લી કોમો ને વસાવી.સમય જતાં સમાજે મનોરંજન માટે કલેશ્વરી(લવાણા)માં આવેલા શિલ્પ સ્થાપત્યો વચ્ચે મેળો શરુ કર્યો જેમાં ડામોર સમાજના બાર મુવાડાનાં લોકો અહી આવી મનોરંજન માણતા. જુદી જુદી ટેકરીઓ પર પોતાના સમુહ અને કબિલાઓ ના પુરુષ સ્ત્રીઓ ગીતો ગાતા, યુવાનો પાવો અને વાંસળી વગાડતા. સવારથી સાંજ સુધી માનવ મહેરામણ છલકાતો.સમય જતા મેળો અનેક ગામો જિલ્લાઓમાં ખ્યાતી પામ્યો.જેથી હજારોની સંખ્યામાં લોકો આવવા લાગ્યા.આ મેળાનું પહેલુ વર્ણન ગુજરાતી નવલકથા મળેલા જીવમાં પન્નાલાલ પટેલે લખ્યું જેની નોધ લેવાઇ. તેમન સ્થળે પન્નાલાલ પટેલની ઉત્તમ નવલ કથા માનવિની ભવાઇના ફિલ્મનું શુટીંગ અહી થતા તેની વિશેષ નોંધ લેવાઇ.

કલેશ્વશરી પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત ધામ છે

અન્ય સમાચારો પણ છે...