સુખસર સંતરામપુર હાઇવે પર પેટ્રોલ પંપનું ઉદ્ઘાટન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીમખેડા |લીમખેડાની પટવાણ પ્રા.શાળામાં સ્વશાસન દિનની ઉજવણી યોજાઇ હતી. જેમાં ધો.6 થી 8ના 30 જેટલા બાળકોએ શિક્ષકની ભૂમિકા અદા કરી શાળાનું સંચાલન કર્યુ હતું. ધો.8ની વિદ્યાર્થીની દેવયાની બારીઆએ શ્રેષ્ઠ શિક્ષકની ભૂમિકા અદા કરી હતી. તસવીરયોગેશ શાહ

પટવાણ શાળા ખાતે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી

લીમખેડા | શિક્ષકદિવસની ઉજવણી અંતર્ગત દાહોદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટર જે.રંજીથકુમાર, જીલ્લા માધ્ય. શિક્ષણ અધિકારી નિનામા, જિલ્લા પ્રા.શિ.અધિ. વ્યાસ, નગરપાલિકા પ્રમુખ સંયુક્તાબેન મોદી વિગેરેની ઉપસ્થિતિમાં લીમખેડા તાલુકાની ધાનપુર પાટડી પગાર કેન્દ્રનાં આચાર્ય કૌશિક પિઠાયાને શ્રેષ્ઠ શિક્ષકનો પારિતોષિક જાહેર કરી મંત્રી બચુભાઇ ખાબડના હસ્તે શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ધાનપુર પાટડી શાળાના આચાર્યને એવોર્ડ

સાગડાપાટા શાળામાં શિક્ષક દિન ઉજવાયો

સાગડાપાટા મુખ્ય પ્રા.શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ધોરણ 1 થી 8માં બાળકો દ્વારા શાળાનું સમગ્ર સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ગખંડમાં વિષયવાર બાળકોને શિક્ષણ કાર્ય કરાવ્યું હતું.

ફતેપુરા |ફતેપુરા તાલુકાના સુખસર ગામે સુખસર સંતરામપુર હાઇવેપર દીપ પેટ્રોલ પંપનંુ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહના હસ્તે શ્રીફળ વધેરી, રીબીન કાપી નવિન એચ.પી.ના પેટ્રોલ પંપનંુ ઉદ્ધાટન કરવામાં આવ્યંુ હતંુ. પ્રસંગે લીમખેડાના ધારાસભ્ય વિછીયાભાઇ ભુરીયા, ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઇ કટારા, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયાર, યુવા મોરચાના પ્રમુખ બાબુભાઈ આમલિયાર, તા પં સભ્ય રમેશભાઈ કટાર, સુખસરના સરપંચ અને ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

મોરવાના કબડ્ડીના ખેલાડી રાજ્યકક્ષાએ

ગોધરા | જાંબુઘોડામાંજે.આર.દેસાઇ શાળાના નિષ્ણાત કોચ ધવલ પટેલ તેમજ વિદ્યાર્થીઓની સખ્ત મહેનતના ભાગરૂપે શાળાના ખેલાડીઓએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી રાજ્યકક્ષાએ કબડ્ડી માટે પસંદગી પામેલ છે. ત્રણ ખેલાડીઓ પ્રકાશ બારીયા, મિતેશ ઓડ તેમજ કાર્તિક ત્રિવેદીને મોરવાના ધારાસભ્ય નિમિષા સુથાર,શાળાના પ્રમુખે અભિનંદન પાઠવ્યા હતા.

જંત્રાલ વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન

કાલોલ | કાલોલતાલુકાના જંત્રાલ ગામમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પંચમહાલ તથા પંચ.જિલ્લા વિજ્ઞાન મંડળના સંયુકત ઉપક્રમે જંત્રાલ સાર્વજનિક વિદ્યાલયના મેળવણી મંડળના મંત્રી કમલેશભાઇ પટેલના સહયોગથી ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતંુ. જેમાં ગોધરા નગર ભાજપાના માજીપ્રમુખ દિલીપભાઇ દશાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં 45 જેટલી કૃતિઓ લઇ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

સ્વચ્છ ભારત વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઇ

દાહોદ | પ્રાથમિકશિક્ષણ નિયામક ગુ.રા. ગાંધીનગરની સૂચના અને માર્ગદર્શનથી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના વજેલાવ સી.આર.સી.માં આવેલ ભૂતવડ પ્રા.શાળા ખાતે તા.5 સપ્ટેમ્બર શિક્ષક દિનના રોજ ‘સ્વચ્છ સંકલ્પથી સ્વચ્છ સિધ્ધિ’ ન્યુ ઇન્ડિયા મુવમેન્ટ (2017-2022)ના ભાગરૂપે ધો.1 થી 5ના બાળકો માટે ચિત્ર સ્પર્ધા ‘મારા સ્વપ્નનું સ્વચ્છ ભારત’ યોજવામાં આવી હતી. જેમાં 30 જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં ધો.5માં બે ધો.4માં 4 અને ધો.3માં 3 બાળકોને પ્રથમ બીજો, ત્રીજો ક્રમ આપવામાં આવ્યો હતો.

કોટડાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ

ગોધરા | પંચમહાલનોજિ.કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન કાર્યક્રમ ગોધરાના સરદારનગર ખંડમાં મંત્રી જયદ્રથસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં ગોધરાના કોટડા શાળાના શિક્ષક જુવાનસિંહ ચૌહાણને તા.ના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરી શાલ તથા સન્માનપત્ર આપવામાં આવ્યંુ હતંુ.

ભૂતવડ પ્રાથ.શાળાના આચાર્યને એવોર્ડ

ગરબાડા | શિક્ષકદિવસની ઉજવણી અંતર્ગત ગરબાડાના વજેલાવ સીઆરસીમાં આવેલ ભૂતવડ પ્રા.શાળાના આચાર્ય કિરણસિંહ ચાવડાને વર્ષ 2017નો તા.કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ શાલ-પ્રમાણપત્ર રૂ.5000નો ચેક શિક્ષક દિને આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે જિ.ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ઉપાધ્યાય વગેરે હાજર રહ્યા હતા.

કમાલુદ્દીન બાબાનો પાંચમો ઉર્સ ઉજવાશે

શહેરા | શહેરાનાલાઢણીયા વિસ્તારમાં હઝરત કમાલુદ્દીન બાબાનો પાંચમો ઉર્સ મુબારક તા.8 સપ્ટેમ્બર રાત્રીના 11 કલાકે યોજનાર છે. જેને લઇનુ યુવાનો દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. પ્રંગે શંદલ શરીફની રશ્મ અદા કરવા બરોડાના પીરે તરીકત હઝરત ઝુલ્ફીકાર બાબાને આમંત્રિત કરવામાં આવનાર છે. તેમજ રાત્રે શાનુ રીફાઇ ન્યાઝખ્વાનીનો કાર્યક્રમ રાખવામાં આવનાર છે.

રાજપારડી | ઝગડિયાતાલુકાના રાજપારડી ગામેથી શ્રદ્ધાળુઓનો સંઘ કચ્છ ખાતે આવેલા આશાપુરા માતાજીના મઢ ખાતે જવા રવાના થયો હતો. છેલ્લા 12 વર્ષથી શ્રદ્ધાળુઓ કચ્છના માતાજીના મંદિરે પગપાળા જાય છે. 35 જેટલા શ્રદ્ધાળુઓનો સંઘ 900 કિ.મી.નંુ અંતર કાપીને 23 દિવસે આશાપુરા માતાના મંદિરે પહોંચશે. પગપાળા નીકળેલ શ્રદ્ધાળુઓમાં કચ્છ ખાતે આવેલા આશાપુરા માતાજીના મઢ ખાતે જવાનો અને ત્યાં જઇ માતાજીના દર્શન કરવાનો ઉત્સાહ જોવા મળતો હતો.

રાજપારડી ગામેથી પગપાળા સંઘ કચ્છ ખાતે આવેલા આશાપુરા માના મઢ પર જવા રવાના

રાજપારડી| ઝગડિયાતાલુકાના રતનપુર ખાતે આવેલી બાવાગોર દાદાની દરગાહ શરીફે ચશ્મો પાણીનો કુંડ આગામી 14 તારીખના રોજ વધાવવામાં આવનાર છે. રતનપુર ખાતે આવેલી દરગાહ રાજયભરના હિંદુ અને મુસ્લિમ શ્રધ્ધાળુઓમાં આસ્થાનું કેન્દ્ર બની ચુકી છે. કાર્યક્રમને અનુલક્ષી દરગાહ સંચાલકો તરફથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કાર્યક્રમને લઇને મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બાવાગોરની દરગાહે ચશ્મો વધાવવામાં આવશે

ગરબાડા | ભારતરત્ન અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ 5 સપ્ટેમ્બર નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી પ્રસંગે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સી.આર.સી. વજેલાવમાં આવેલ નેલસુર મુખ્ય પ્રા.શાળાના મ.શિ. રાજેશકુમાર રામસીંગ બારીઆને વર્ષ 2017નો ‘નેશનલ બેસ્ટ ટીચર એવોર્ડ’ ભારત સરકારના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ તથા શિક્ષણમંત્રી પ્રકાશ જાવડેકરની ઉપસ્થિતિમાં દિલ્હી ખાતે એનાયત કરવામાં આવ્યો હતો. રાજેશકુમાર બારીઆને વર્ષ 2012માં રાજ્ય સરકારે રાજ્ય પારિતોષિક આપી સન્માન કર્યુ હતું.

નેલસુર શાળાના શિક્ષક રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત

કંજેટા માધ્યમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત સ્વશાસન દિન ઉજવાયો

ધાનપુર | રતનમહાલનીતળેટીમાં આવેલ કંજેટા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 5 સપ્ટે. શિક્ષક દિન નિમિત્તે સ્વશાસન દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળામાં 76 વિદ્યાર્થઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો. આચાર્યથી પટાવાળા સુધીની ભુમિકા તેમણે બજાવી હતી. પ્રાર્થના, શિક્ષણકાર્ય, શાળાનું સંચાલન પણ વિદ્યાર્થીઓએ કર્યું હતું.

દાહોદ તાલુકાના ખજૂરીની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

દાહોદ | દાહોદતાલુકાના છાપરી પે સેન્ટરમાં આવેલ ખજૂરી પ્રાથમિક શાળામાં તા.5 સપ્ટેમ્બરે શિક્ષકદિન નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘સ્વશાસન દિન’નું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સાહી વિદ્યાર્થીઓએ શિક્ષક બની, કાર્યાલયના કર્મચારીઓ બનીને દિવસ દરમિયાન પોતાની ભૂમિકા ભજવી શાળાનું સમગ્ર સંચાલન પણ જાતે કર્યુ હતું. જેમાં ધો.8ના વિદ્યાર્થી ભાભોર રાહુલ કે જેણે શાળાના આચાર્ય બની સમગ્ર વહીવટી કામગીરી સંભાળી હતી. ત્યાર બાદ કાર્યક્રમના અંતિમ ચરણમાં ભાગ લીધેલ સૌ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...