• Gujarati News
  • Local
  • Gujarat
  • Panchmahal
  • વલ્લ્ભપુરના સરપંચને ભાજપમાં ભળી જવા જેઠા ભરવાડની ધમકીનો આક્ષેપ

વલ્લ્ભપુરના સરપંચને ભાજપમાં ભળી જવા જેઠા ભરવાડની ધમકીનો આક્ષેપ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંગેની પ્રાપ્ત વિગતોમાં, રાજ્યમાં ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કોંગ્રેસના સભ્યોને પોતાના પક્ષમાં ભેળવી દેવાના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને પક્ષે કોઈપણ ભોગે એટલે કે શામ,દંડ ભેદની નિતી અપનાવી પક્ષે નિયત કરેલો વિજય લક્ષ્યાંક આંબવાની કામગીરીમાં લાગી ગયા હોય તેને સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

જેમાં પંચમહાલ વિધાનસભાની 5 બેઠકો પૈકીની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ મત વિસ્તારમાં આવતી વલ્લભપુર ગ્રામ પંચાયતના કોંગ્રેસના સરપંચ અને તેમના પતિ દ્વારા કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે. જેના પગલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા તા.14 ઓગસ્ટના રોજ વલ્લભપુર ગામના સરપંચના પતિને ટેલિફોનીક ધમકી આપવામાં આવી છે. જેમાં કોંગ્રેસનું કામ કર્યું તો ટાંટીયા ભાગી નંખાવીશ, કોઈપણ બહાના હેઠળ અવિશ્વાસની દરખાસ્ત લાવી ઘર ભેગા કરી દઇશું. ધારાસભ્યની ધમકીથી ડઘાઈ ગયેલા સરપંચના પતિ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા દોડી ગયા હતા. પરંતુ શહેરા પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ઉદાસીનતા દાખવવામાં આવી હતી.

આશરે 22 દિવસ બાદ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતાં આખરે બુધવારે સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સમક્ષ પહોચ્યો હતો. જેમાં ધારાસભ્ય જેઠા ભરવાડ સામે ફરિયાદ નોંધવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાએ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહીના સલંગ્ન પોલીસ અધિકારીને આદેશ જારી કર્યા છે.

ચૂંટણી રમખાણ શરૂ

યોગ્ય તપાસના આદેશ જારી

^ટેલિફોનીકધમકી આપવાના મામલે શહેરા પોલીસ મથકને યોગ્ય તપાસ યોજીને કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ જારી કર્યા છે. >રાજેન્દ્રસિંહ ચુડાસમા,પંચમહાલજિલ્લા પોલીસ વડા,

મેંકોઈને ફોન કર્યો નથી

^ધારાસભ્યેધમકી આપ્યાની ઓડિયો ક્લીપ વાઈરલ થતાં સમગ્ર મામલે ધારાસભ્યનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, મેં કોઈને ફોન કર્યો નથી. મારી ઓફિસમાંથી અન્ય કોઈ વ્યકિતએ ફોન કર્યો છે. વલ્લવપુર પંચાયતનો ઝઘડો છે. >જેઠાભાઈ ભરવાડ,શહેરાધારાસભ્ય

ધારાસભ્યએ ટેલિફોનિક ધમકી આપી છે

^ધારાસભ્યનોફોન મારી પર આવ્યો મને કહ્યુ કે તારે ભાજપમાં આવવાનું છે કે નથી આવવાનું મેં ઇન્કાર કરતાં ધારાસભ્યના પર્સનલ સેક્રેટરી (પી.એ) રણવીરભાઈનો ફોન આવ્યો હતો. બાદમાં ધારાસભ્યે ટેલિફોનિક ધમકી આપી છે.>કિરણ નાયક, વલ્લવપુરસરપંચના પતિ

સરપંચના પતિ સહિત ગ્રામજનોની એસપીને રજૂઆત : નહિંતો આત્મવિલોપન

કોંગ્રેસ સાથે કામ કર્યું તો ઘર ભેગા થશો : શહેરા ધારાસભ્યનો ઓડિયો વાઈરલ

શહેરાના વલ્લભપુરના સરપંચના પતિને શહેરાના ધારાસભ્યએ ધમકી આપતા ગ્રામજનો ગોધરા એસપી કચેરીઓ રજુઆત કરવા દોડ્યા હતા. તસવીરહેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...