તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચ. જિલ્લાની 1412માંથી ફક્ત 55 પ્રા. શાળાઓમાં જ જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્યરત

પંચ. જિલ્લાની 1412માંથી ફક્ત 55 પ્રા. શાળાઓમાં જ જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્યરત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજયની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડીજીટલ કલાસરૂમ દ્વારા શિક્ષણ આપવાના ઉમદા હેતુથી ગત વર્ષે રાજયમાં પાયલોટ પ્રોજેકટ રૂપે અને બાદમાં સરકારી પ્રા.શાળાઓમાં સ્માર્ટ કલાસની યોજના અમલમાં મુકવામાં આવી છે. ત્યારે આ યોજનાઓ આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં અમલ કરવો અઘરો સાબિત થાય તેમ છે. પંચમહાલ જિલ્લામાં 1412 જેટલી

...અનુ. પાન નં. 2

તાલુકાની શાળાઓમાં સૌથી વધુ સ્માર્ટ કલાસ
પંચમહાલ જિલ્લાની 1412 જેટલી પ્રા. શાળાઓમાંથી સાત તાલુકાની 55 શાળાઓમાં સ્માર્ટ કલાસ બનાવ્યા છે. જેમાં ગોધરા તાલુકા 23, ઘોઘંબા તાલુકા 2, કાલોલ તાલુકા 16, હાલોલ તાલુકા 4, જાંબુધોડા તાલુકા 1, મોરવા(હ) તાલુકા 5 અને શહેરા તાલુકા 4 શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેકટ કાર્યરત છે.

ચાલુ વર્ષે વધુ સ્માર્ટ કલાસો બનશે
જિલ્લામાં જ્ઞાનકુંજ પ્રોજેકટ માટે શાળાના શિક્ષકો બીજા તબક્કામાં ઓનલાઇન ફોર્મ ભરીને મોકલી રહ્યા છે. જિલ્લાના શિક્ષકો ટેકનોલોજીના જાણકાર હોવાથી ચાલુ વર્ષે વધુ સ્માર્ટ કલાસો બનશે તેવુ લાગી રહ્યુ઼ છે.સ્માર્ટ કલાસથી આધુનીક ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળવવાથી વિધાર્થીઓને અભ્યાસમાં વધારે સમજણ પડવાથી તેઓનો ભણતરનો ગ્રોથ વધે છે. અર્ચના ચૌધરી, ડીપીઓ, પંચમહાલ

અન્ય સમાચારો પણ છે...