તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • વટસાવિત્રીના વ્રત સાથે પતિના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરતી મહિલાઓ

વટસાવિત્રીના વ્રત સાથે પતિના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરતી મહિલાઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા સહિત પંચમહાલ જિલ્લામાં તથા દાહોદ જિલ્લામાં વટસાવિત્રીના વ્રત નિમિત્તે પરીણીતાઓએ વડનું પૂજન અર્ચન કરી પતિના દીર્ઘાયુ઼ માટે પ્રાર્થના કરી હતી. સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમુદ્ધી માટે દર વર્ષે વ્રત કરતી હોય છે. ભારતીય સસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક ગણાય છે. વટ અને સાવિત્રી બંનેનું વિશેષ મહત્વ હોય છે. મહિલાઓ વડની પૂજા કરી પોતાના અક્ષય સૌભાગ્યની પ્રાર્થના કરી વડના વૃક્ષને પાણીનું સિંચન કરી પરીક્રમા કરતાં કરતાં સુતરના દોરા વિટાળે છે. પતિવ્રતા સાવિત્રી દેવીને પોતાના પતિ સાથે કયારેય વિયોગ ન થાય તેવી અતુટ શ્રદ્ધા સાથે બે હાથ જોડી પ્રાર્થના કરે છે. હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર વડના વૃક્ષના મુળમાં બ્રહ્મદેવ, વચમાં વિષ્ણુ અને અગ્ર ભાગમાં શિવનો વાસ હોય છે. હિન્દુ ધર્મ પંચાગ અનુસાર વ્રતનું પાલન ત્રણ દિવસ સુધી કરવામા આવે છે અને સાથે દરરોજ સત્યવાન સાવિત્રીની કથા સાંભળવાનું વિધાન પણ છે.

ગોધરા, દાહોદમાં વટસાવિત્ર વ્રત નિમિતે મહિલાઓને વડની પૂજા અર્ચના કરી હતી.- હેમંતસુથાર, સંતોષ જૈન

અન્ય સમાચારો પણ છે...