તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરા સિવિલના પ્રવેશદ્વાર પાસે જ ગંદકીનું સામ્રાજય

ગોધરા સિવિલના પ્રવેશદ્વાર પાસે જ ગંદકીનું સામ્રાજય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા શહેરમા આવેલ સિવિલ હોસ્પિટલ જીલ્લાના ગરીબ અને મધ્યમવર્ગના લોકોની જીવાદોરી સમાન ગણાય છે .અહીંયા રોજેરોજ અનેક દર્દીઓ પોતાના રોગની સારવાર માટે અને માંદગીથી મુક્તિ મળી રહે તે માટે દવાખાનામા દાખલ થતા હોય છે. હાલ સિવિલ હૉસ્પિટલમા વર્ગ 4ના કાયમી સફાઈ કામદારોની ઘટ હોવાથી મોટાભાગે દવાખાનામા ગંદકી જોવા મળે છે.

એકતરફ ગુજરાત સરકાર સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ગુજરાતના અભિયાનને સાર્થક બનાવવાના અથાગ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના સરકારી દવાખાનામા પ્રવેશ કરતાની સાથે જ શૌચાલય આવેલુ છે. જેમાથી હાલ શૌચાલયની ગંદકી બહાર નીકળી આવતા અસહ્ય દુર્ગંધ મારે છે. દવાખાનાના મુખ્ય રસ્તા પર જ ગંદકી ફેલાઈ રહી છે.

ત્યારે શુ ગોધરા સિવિલ હોસ્પિટલ તંત્ર અને અધિકારીઓની આંખે આગંદકી જોવાતી નહીં હોય ωનવાઈની વાતતો એ છે કે જ્યા ખુલ્લી ડપટનું મળ બહાર નીકળી રહ્યું છે ત્યાંજ નજીકમાંજ સ્વાઈન ફલૂના રોગની જાણકરી આપતુ બોર્ડ આ ગંદકી પાસે પડી ગયુ છે .સ્વાઈન ફલૂનો રોગ ડુક્કર જેવા પ્રાણીથી ફેલાતો હોય છે.મોટભાગે ડુક્કરો આવી ગંદકીને આરોગતા હોય છે જેના કારણે સ્વાઇન ફલૂ ફેલાતો હોય છે. ગોધરા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખુલ્લી ડપટનું રીપેરીંગ કામ નહીઁ કરાવે તો ગંદકી ફેલાશે.

અન્ય સમાચારો પણ છે...