તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • જમીન પર ખોટો દાવો કરી ખંડણી માંગતાં પોલીસ મથકે અરજી કરી

જમીન પર ખોટો દાવો કરી ખંડણી માંગતાં પોલીસ મથકે અરજી કરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા તાલુકાના દરૂણીયા ગામે જમીન બાબતે પોસ્તી ઇમરાને જિલ્લા કલેકટર અને ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે કરેલી અરજી મુજબ ગોધરા ના દરૂણીયા ગામે આવેલ જમીન 6 એપ્રિલના રોજ સિદ્રીક અબ્દૃલા લતીફ હડીલા ખરીદી હતી. ખરીદેલી જમીનમાં દિલીપભાઇ , કમળાબેન, સુમીત્રાબેન, મહેન્દ્રભાઇ, કાળીબેન, અલ્કેશભાઇ, અમરતભાઇ, વિજયભાઇ, મંજુલાબેન, જમનબેન, ગમીરભાઇ, શારદાબેન તથા ઇન્દુબેન તમામ ઢોલી નાઓનો જમીનના રેવેન્યુ઼ દફતરે કોઇ નામો નિશાન કે હક્ક, ભાગ હિસ્સો નથી. અમારી જમીનની ડીએસઆર મારફતે માપણી કરાવીને ફેન્સીગ કરવાતાં મહેન્દ્રભાઇ તથા અન્યો સ્થળ ઉપર આવીને 15 લાખ રૂપિયાની ખંડણીની મંગણી કરી હોવાના આક્ષેપ કરતી અરજી કરી હતી. અરજીમાં જણાવ્યા અનુસાર 4 મે નામ રોજ મારક હથિયારો લઇને ખંડણીના 15 લાખ આપતા નથી તેમ કહીને ગડદાપાટુનો મારમાર્યો હતો. અને તે વખતે પી.આઇએ અમને બચાવ્યા હતા. તેમ છતાં અમારી સામે બી ડીવીઝન પોલીસ મથકે ખોટી ફરીયાદ નોધાવી હતી.અમોને ખોટા કેસમાં ફસાવી દેવાની ઘમકીઓ આપીને રાજકીય પક્ષો સાથે મળીને ખોટા આવેદનપત્ર આપ્યા હતા. જેથી તેઓની સામે પોલીસ ફરીયાદ નોધાવાની અરજી ઇમરાન શોકત પોસ્તીએ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...