તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પંચ. જિ. પં. દ્વારા BRGF યોજનાના 4.19 કરોડ સરકારને પરત મોકલાયા

પંચ. જિ. પં. દ્વારા BRGF યોજનાના 4.19 કરોડ સરકારને પરત મોકલાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લા પંચાયતના તાલુકાઓ માં બેકવર્ડ જાતિના વિસ્તારમાં વિકાસના કામો માટે કેન્દ્ર સરકારે બેકવર્ડ રીજીયન ગ્રાન્ટ ફંડ ( બીઆરજીએફ) યોજના બનાવી હતી.જિલ્લામાં બેકવર્ડ વિસ્તારો માં કામો થયા બાદ સરકારે 2015 માં બીઆરજીએફ યોજના બંધ કરવાની ઘોષણા કર્યા બાદ યોજનાની ગ્રાન્ટની રકમ જે તે જિલ્લા પંચાયતમાં જમા પડી હોય તેને પરત મોકલવાન માટે જણાવ્યું હતું.

2015 માં બંધ થયેલ બીઆરજીએફ યોજનાના આશરે પંચમહાલ જિલ્લામાં માતબર રકમ પરત નહિ મોકલીને જિલ્લાના ગામોના વિકાસ કામો માટે જે સભ્યએ દરખાસ્ત કરી હોય તેઓના વિસ્તારમાં વહીવટી મંજુર બાદ કામો માં વાપરી નાખી હોવાનો આક્ષેપો જેતે સમયે થયા હતા.યોજનાના નાણાને બીજે વાપર્યા બાદ યોજનામાં ભષ્ટ્રાચાર થયો હોવાની પંચમહાલ જિલ્લા સાંસદ પ્રભાતસિંહના આક્ષેપ બાદ જિલ્લા પંચાયતમાં હડકંપ મચી ગયો હતો.

સાંસદે બીઆરજીએફ યોજનામાં અગાઉ થયેલા કામોને દર્શાવીને 95 લાખ રૂપિયાનો બીઆરજીએફ ના નાણાનો ભષ્ટ્રાચાર કર્યો હોવાની આક્ષેપ કરતાં ગાંધીનગર કમિશ્નરે પંચમહાલ જિલ્લા પંચાયત ના ડીડીઓને 95 લાખના ભષ્ટ્રાચારના આક્ષેપની તપાસ દિન-3 માં કરવી અને બીઆરજીએફ ના બાકી રહેલ નાણાં કેન્દ્ર સરકારને પરત મોકલી આપવાનો પત્ર આવતાં જિલ્લા વિકાસ અધિકરીએ યોજનાના બાકી રહેલ 4.19 કરોડ રૂપિયાનો ડ્રાફટ કેન્દ્ર સરકારને મોકલી આપ્યો હતો. જયારે 95 લાખના ભષ્ટ્રાચારના આક્ષેપની તપાસ હાલ ચાલી રહી છે.

હવે બીઆરજીએફના 95 લાખના ભષ્ટ્રાચારની.તપાસ માં શું બહાર આવે તેનો ઇતજાર જિલ્લા પંચાયતના સભ્યો સહિત જિલ્લા ભાજપ કરી રહી હોવાનું જણાઇ રહ્યું છે. પરંતું સાંસદે કરેલા ભષ્ટ્રાચારના આક્ષેપની તપાસ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂટણી ટાણે આવતાં અનેક ચર્ચાઓએ સ્થાન લીધું હતું.

પંચમહાલ જિલ્લા પંચાયતની કચેરીની તસવીર

તપાસ હાલ ચાલી રહી છે
ગાંધીનગર કમીશ્નરનો પત્ર આવતાં જિલ્લા પંચાયતમાં જમા બીઆરજીએફ યોજનાના 4.19 કરોડ રૂપિયાનો ડ્રાફટ કેન્દ્ર સરકારને બુધવારે મોકલી આપ્યો છે અને 95 લાખના ભષ્ટ્રાચારના સાંસદના આક્ષેપની તપાસ હાલ ચાલી રહી છે. અજય.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી, પંચમહાલ

સાચી રાહે તપાસ થાય તો કૌભાંડ બહાર આવશે
2015 માં બંધ થયેલ બીઆરજીએફ યોજનાના નાણાં વહીવટી મજુરી બાદ કામો થયા છે ? તેવી અનેક ચર્ચાઓ ઉઠી છે ત્યારે સાંસદ દ્વારા કરવામાં આવેલ આક્ષેપમાં સો ટચનુ તથ્ય હોય તેમ ગાંધીનગરથી તપાસનો પત્ર આવતાં બીઆરજીએફ યોજનાના બાકી રહેલા નાણાં કયા કામમાં વાપર્યા અને બંધ થયેલ યોજના ના નાણાંનો ઉપયોગ અન્ય કામ માટે થાય જેવા અનેક પ્રશ્નોની તપાસ અધિકારી તે દીશામાં તપાસનો ધમધમાટ કરે તો બીઆરજીએફ યોજનાનું મસમોટું કૌભાંડ બહાર આવે તેવુ દેખાય રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...