આરોગ્ય વિભાગે ફરજમાં બેદરકારી દાખવતાં 8 તબીબોના પગાર કાપ્યાં

પંચ.માં ગુલ્લેબાજ તબીબ હેડક્વાટરમાં હાજર નહીં રહેતા કાર્યવાહી

DivyaBhaskar News Network | Updated - Oct 31, 2018, 02:31 AM
Godhra - latest godhra news 023137
પંચમહાલ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય કેન્દ્રો પર ગરીબ અને આદિવાસી પ્રજાને રસીકરણ, બાળમૃત્યું નો દર ઓછો થાય તે માટેની કામગીરી કરવાની જિલ્લા વિકાસ અધીકારીએ સૂચનાઓ આપી હતી. આ કામગીરીને લઇને જિલ્લાની પ્રજાના આરોગ્યમાં સુધાર આવ્યો છે. ત્યારે કેટલાક આરોગ્ય કેન્દ્રો માં ફરજ બજાવતાં આરોગ્ય તબીબો ફરજ પ્રત્યે બેદરકારી દાખવીને હાજર નહિ રહેતા ગરીબ પ્રજાને સારવાર માટે અન્ય જગ્યાએ ...અનુ. પાન. નં. 2

અન્ય કેન્દ્રોમાં તપાસ થશે

જિલ્લાના આરોગ્ય કેન્દ્રમાં જિલ્લા વિકાસ અધીકારીની સુચનાથી તપાસ કરીને નિષ્કાળજી દાખવતાં તબીબો સામે કાર્યવાહી કરી હતી. આવનારા દિવસોમાં સરકારની આરોગ્ય લક્ષી યોજનાઓમાં બેદકારી દાખવનાર આરોગ્ય કેન્દ્રોની તપાસ હાથ ધરવામાં આવશે.ડો.સુરેન્દ્ર જૈન, આરોગ્ય અધીકારી,પંચ.

એક દિવસનો પગાર કાપ્યો

કાલોલ અને ઘોઘંબા તાલુકાના આરોગ્ય કેન્દ્ર પાધોરાના તબીબ ડો.જયેશ કુંવર, ગુંદીના વૈધ ધર્મીષ્ઠા ગરોડ, માલુના વૈધ દીપા પટેલ તથા વૈધ દીપક યાદવ ફરજ દરમિયાન નિષ્કાળજી કરતાં ચારેય તબીબોનો એક દિવસનો પગાર કાપી નાખ્યો હતો.

બે દિવસનો પગાર કપ્યો

જાંબુધોડા અને હાલોલના આરોગ્ય કેન્દ્ર અરાદના ડો. રૂચી.એસ. પટેલ, કથોલાના ડો. જે.આર.પારગી, રામેશરાના, ડો.એ.એચ.સોની તથા શીવરાજપુરના ડો.મેહુલ માયાવંશી ફરજમાં બેદરકારી દાખવતાં તેઓનો બે દિવસનો પગાર કાપીને કાર્યવાહી કરી હતી.

X
Godhra - latest godhra news 023137
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App