તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra ગોવિંદગુરૂ યુનિ.નો તૃતિય ખેલકુદ રમતોત્સવ યોજાયો

ગોવિંદગુરૂ યુનિ.નો તૃતિય ખેલકુદ રમતોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો બે દિવસનો તૃતીય ખેલકુદ રમતોત્સવ સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુરૂવારે ધારાસભ્ય,યુનિવર્સિટીના કુલપતિ તથા કોલેજના ખેલાડીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો.

ગોધરા ખાતે વષૅ ૨૦૧૫મા પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર તથા વડોદરા ગ્રામ્ય વિસ્તારની મળીને ૧૦૦ ઉપરાંત કોલેજોનુ એકત્રિકરણ કરીને શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા દરવષેઁ ખેલકુદ રમતોત્સવનુ આયોજન કરવામાં આવે છે.ગોધરામાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ગુરૂવારે ધારાસભ્ય સી.કે.રાઉલજી,યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મહેન્દ્રભાઇ પાડલીયા,સ્પોર્ટસ કોમ્પલેક્ષના સિનિયર કોચ પ્રતાપભાઈ પસાયા,મહાવીરસિંહ ડાભી,ઇન્ચાર્જ સ્પોર્ટસ ડાયરેક્ટર અશ્વિનભાઇ પટેલ,કોલેજ સ્ટાફ તથા કોલેજના ખેલાડીઓની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ધારાસભ્યએ રમતોત્સવને ખુલ્લો મુકતા સમયે પોતાની શાળા કોલેજના દિવસોને યાદ કરી રજુ કર્યા હતા. અને જ્યારે કુલપતિ ડૉ. મહેન્દ્રભાઇ પાડલીયાએ જણાવ્યુ હતુ કે ખેલકુદએ ફક્ત રમતનો ભાગ નથી પરંતુ શારીરીક રીતે પણ ફાયદા કારક છે જેમકે એકાગ્રતા વધે,તણાવમાંથી મુક્તિ મળે તથા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.યુનિવર્સિટીના બે દિવસ ચાલનારા તૃતીય ખેલકુદ રમતોત્સવમાં ૩૭ કોલેજના ૪૦૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. જેમા વિવિધ પ્રકારની રમતો જેવી કે લાંબો કુદકો,બરછી ફેક,દોડ સહિતની રમતો યોજાનાર છે. અને વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવશે.

ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના તૃતીય ખેલકુદ રમતોત્સવને ધારાસભ્ય, કુલપતિ સહિત મહાનુભવોએ દ્વારા હાજરીમાં ખુલ્લો મુક્યો હતો. હેમંત સુથાર

ખેલાડીઓ માટે રૂા. 75,000 આપ્યા
ધારા સભ્ય સી કે રાઉલજીએ ખેલકુદ રમતોત્સવને ખુલ્લો મુકતા સમયે કોલેજના ખેલાડીઓ અન્ય યુનિવર્સીટીમાં રમવા જાય તે સમયે નાણાકીય કોઇ અગવડતા ન પડે તે માટે રૂા. 75,000/- યુનિવર્સીટીને આપ્યા

અન્ય સમાચારો પણ છે...