ગોધરામાં શરદ પૂર્ણિમાથી પાંચમ સુધી 500 ટન ભંગાર ફેકટરીઓમાં ઠલવાયો

દિવાળીના ટાણે ભંગારના ધંધા થકી 5 હજાર લોકોને રોજીરોટી મળે છે: દિવાળીના એક મહિના અગાઉથી રોજ અંદાજીત 10 લાખનો...

DivyaBhaskar News Network | Updated - Oct 31, 2018, 02:31 AM
Godhra - latest godhra news 023124
દિવાળી પ્રકાશ અને ઉજાશનો તહેવાર ગણાય છે. દિવાળીના એક મહિના અગાઉ હિન્દુ સમાજ ઘરોની સાફ સફાઇ રંગરોગાન સહિતના કામો વેગવંતા બને છે. વર્ષ દરમિયાન કરવામાં આવેલા નરસા કામોને ભુલી જઇ દિવાળીથી સારા કાર્ય કરવાના પર્વ તરીકે ઉજવાય છે. દિવાળીના તહેવારમાં વર્ષ દરમિયાન એકત્રીત થયેલો ઘનકચરો તથા ભંગારને પણ દુર કરવા આવે છે.ત્યારે આ ભંગાર તથા ઘનકચરો થકી અનેક પરિવારમાં દિવાળી જેવો માહોલ સર્જાય છે. મુસ્લીમ પરિવારોમાં દિવાળી રોજગારીનું માધ્યમ બને છે.

ગોધરા શહેરમાં દિવાળીના એક માસ અગાઉ ઘરોમાં સાફ સફાઇનું કામ ચાલુ થઇ જાય છે. ઘરની સાફ સફાઇમાં નકામો લોખંડનો સામાન, પ્લાસ્ટીકની બોટલો, રમકડા સહિત પેપરની પસ્તીઓનો કચરો સફાઇ દરમિયાન નીકળે છે. આ ઘનકચરો તથા લોખંડનો ભંગાર લેવા ગોધરામાં રોજ 1000 ઉપરાંત હાથલારી તથા રીક્ષાઓવાળા ભંગાર વેચાણથી લે છે. એક હાથલારીવાળો 80 કિલો ઘનકચરો

...અનુ. પાન. નં. 2

શહેરમાં રોજનાે 20 લાખનો ધંધો

ગોધરા શહેરમાં ભંગાર લેતી 3 ફેકટરીઓ આવેલી છે. આ 3 ફેકટરીઓ માં ભંગારના હોલસેલ વેપારીઓ શરદ પુર્ણીમાથી વેચાણ લે છે. રોજના 100 ટન જેટલો ભંગાર ફેકટરીમાં ઠલવાય છે.રોજ લોખંડનો 80થી 100 ટન, પસ્તી 5થી 6 ટન તથા પ્લાસ્ટીકના સાધનો 2થી 4 ટન આવે છે.ફેકટરીઓ માં રોજના 20 લાખ રૂપિયાનો ભંગારનો ઘંઘો થાય છે. આ ભંગારને પીગાળીને અન્ય વસ્તુઓ બનાવવામાં આવે છે.

50 ટન લોખંડનો ભંગાર સિમલા ગેરેજથી આવે છે

ગોધરાના સિમલા ગેરેજ વિસ્તારમાં દિવાળીના ટાણે નવી ગાડીઓ રીપેરીંગ અને જુની ગાડીઓ વેચાણ કરવાનો આંકડો વધી જાય છે. આ જુની ગાડીઓનો ભંગાર કાઢીને તેને ભંગારના વેપારીને અને ફેકટરીઓ માં વેચાણ કરી દે છે. રોજ 50 ટન જેટલો લોખંડનો ભંગાર સિમલા ગેરેજ વિસ્તારમાંથી આવે છે.

ગોધરામાં ભંગારનો ઘંઘા થકી અનેક લોકો રોજગારી મેળવે છે

એક હોલસેલ ભંગારની દુકાનમાં રોજ 20 હજારનો ભંગારનો ધંધો

ગત વર્ષ ભંગારના ભાવ કરતા આ વર્ષે ઓછા ભાવ છે. જીએસટીએ ભંગારના વેપારને પણ ઇફેક્ટ કરી છે. આ વર્ષે ભંગારના ભાવ ગત વર્ષ કરતા઼ બે થી ત્રણ રૂપિયા ઓછા છે. લોખંડનો ભંગારનો ભાવ ગત વર્ષે 25 રૂપિયા હતો આ વર્ષે 22 રૂપિયા જેટલો છે. એક હોલસેલની દુકાનમાં રોજ પસ્તી 8થી 9 કિલો આવે છે. જયારે પ્લાસટીકના રમકડા ઓ સહિત પ્લાસ્ટીના સાધનો 3થી લઇને 8 કિલો જેટલો ભંગાર આવે છે. એક ભંગારની દુકાનમાં રોજનો 15 થી 20 હજાર રૂપિયાનો જેટલો ભંગાર આવે છે.

X
Godhra - latest godhra news 023124
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App