ગોધરા ન. પાલિકાની નજરની સામે ગેરકાયદે બાંધકામ

કલેકટરે પોલીસ કેસની તાકીદ આપી છતાં નોટિસ આપી ચીફ ઓફીસર વિરૂદ્ધ કાયદાકીય પગલાં ભરવાની ચીમકી

DivyaBhaskar News Network | Updated - Oct 29, 2018, 02:30 AM
Godhra - latest godhra news 023046
ગોધરા નગરપાલિકા વિસ્તાર પાસે આવેલા સૈયદવાડામાં ગેરકાયદે બાંધકામને લઇને સ્થાનીક રહીશોએ નગર પાલિકાને રજુઆત કરીને બાંધકામ બંધ કરવા લેખિત આપ્યું હતું. પરતું પાલીકા નોટીસ આપીને પોતાની કાર્યવાહી પુરી થઇ ગઇ હોય તેમ હાથહેઠા કરીને બેસી ગઇ હતી.

નોટીસ આપવા છતાં બાંધકામ ચાલુ રહેતા સ્થાનીક રહીશોએ જિલ્લા કલેકટરને જરુરી દસ્તાવેજ સાથે આવેદનપત્ર આપ્યું હતું . કલેકટરે પાલિકાને ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક બંધ કરાવીને સીલ મારવાની સુચનાઓ આપી હોવાનું રહીશોએ જણાવ્યું હતું.અને જો બાંધકામ ગેરકાયદેસર હોય તો બાંધકામકર્તા વિરુદ્ધ પોલીસ ફરીયાદ કરવાની તાકીદ કલેકટરે કરી હતી. પરંતુ નોટીસ તથા પાલિકાનો ડર ન હોય તેમ બાંધકામ ચાલુ રાખતાં સ્થાનીક રહીશોએ પાલીકાના ચીફ ઓફીસરને લેખિતમાં રજુઆત કરી હતી.

રજુઆતમાં જણાવ્યું કે પાલિકા ફક્ત નોટીસ આપીને બાંધકામકર્તાને બાંધકામ કરવાનો સમય આપી રહયા હોય તેવો આક્ષેપ કર્યો હતો. કલેકટરે કડક

...અનુ. પાન. નં. 2

પાલિકા કોઇ કાર્યવાહી કરતી નથી

નગર પાલીકામાં અનેકવાર રજુઆત કરી હતી. કલેકટરે સીલ મારીને પોલીસ ફરીયાદનું કહ્યું હોવા છતાં પાલિકા કોઇ કાર્યવાહી કરતી નથી. બાંધકામ ચાલુ થતાં અમે રહીશો પાલિકામાં પાછા રજુઆત કરવા આવ્યા છીએ.ઇમરાનઅલી, સ્થાનિક રહીશો

X
Godhra - latest godhra news 023046
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App