તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra કાલોલ તાલુકામાં ખાણ અને ખનીજ વિભાગનો સપાટો : 7 વાહનો ઝડપ્યાં

કાલોલ તાલુકામાં ખાણ અને ખનીજ વિભાગનો સપાટો : 7 વાહનો ઝડપ્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ ખાતે બેફામ બની ખનીજ ચોરીનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ ખાણ ખનીજ વિભાગ ગોધરા દ્વારા શુક્રવારે કાલોલના બલેટીયા, જેલી, છગનપુરા ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જેમાં સ્થળ ઉપરથી 4 ટ્રેકટર માટી ભરેલા અને માટી ખોદકામ કરતા 1 જેસીબી મશીન ઝડપયા હતા. પકડાયેલા ટ્રેકટર. જી જે ૧૭બી.એ. ૩૧૪૨ જેનો ટ્રોલી નંબર જીજે ૧૭ યુયુ૧૭૦૬. તથા જીજે ૧૭એઈ૧૦૩૯ જેની ટ્રોલી ઉપર નંબર નથી. જીજે ૧૭બીએ૮૧૭૭ જેને પણ ટ્રોલી નંબર નથી. તથા જીજે ૧૭એએ૧૨૯૪ ટ્રોલી નંબર જીજે ૦૯યુ૧૨૯૮ તમામ માટી ભરેલા હોય પાસ પરમીટ વગર રેતી માટી કાઢતા હોય પકડી કાલોલ ના સણસોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છેકે આ સ્થળ ઉપર જીલ્લાની આરઆરસેલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. રેઈડ કરી પરત ગોધરા ફરતા ખાણ ખનીજ વિભાગે પોપટપુરા પાસે સાદી રેતી ભરેલી ટ્રક નંબર જીજે ૧૭યુયુ ૧૭૪૭ ઓવરલોડ રેતી તથા પાસ પરમીટ વગર ના ટ્રેકટર નંબર જીજે ૧૭એએચ ૧૪૯૭ જેને ટ્રોલી ઉપર નંબર નથી તથા ટ્રોલી સાથે નંબર વગર નુ ઝડપી પાડયા હતા.

ખાણ ખનીજ વિભાગ ગોધરા દ્વારા બલેટીયા, જેલી, છગનપુરા ખાતે ઓચિંતી તપાસ હાથ ધરી ટ્રેકટર, જેશીબી ઝડપ્યા હતા.વિરેન્દ્ર મહેતા

અન્ય સમાચારો પણ છે...