5 વર્ષ બાદ ગોધરામાં HVN ઓફિસમાં સીઆઇડીના દરોડા

Godhra - latest godhra news 023041

DivyaBhaskar News Network

Oct 29, 2018, 02:30 AM IST
ગોધરા સહીત પંચમહાલ, મહિસાગર તથા દાહોદમા ઓફિસો ખોલીને ઉચા કમીશન પર એજન્ટો રાખીને લોકો પાસેથી ઉચા વળતર આપવાની લાલચ આપીને પૈસા રીયલ એસ્ટેટ રોકીને વધુ વળતર આપવાની ખાત્રી આપીને રોકાણકારો પાસેથી કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાની પોલીસ ફરીયાદ અનેક પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી. ઠગાઇનો આંકડો કરોડો રૂપિયાના ઉપર પહોચી જતાં સમગ્ર તપાસ સીઆઇડીને સોપી દીધી હતી.

ફરીયાદ નોધાયા બાદ સીઆઇડીએ શનિવારે એકશનમાં એચવીએન ગૃપની ગોધરા તથા દાહોદ આવીને ગોધરા સહીત અનેક જગ્યાએ દરોડા પાડયા હતા. સીઆઇડીએ ગોધરામાં ચિત્રારોડ ઉપર આવેલી એચવીએન રિયાલીટી એન્ડ એન્ટર પ્રાઇઝ ઇન્ડીયાની ઓફિસમાં સીઆઇડીએ દરોડા પાડયા હતા. વહેલી સવારે દરોડા પાડીને ઓફીસમાં મુકેલી બે સીપીયુ અને 28 રજીસ્ટરો સીઆઇડીએ કબજે કરીને લઇ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છેકે મુળ એમપીઓ અને દાહોદ ખાતે રહીને રાજસ્થાન , મધ્યપ્રદેશ સહિ ત ગુજરાતમાં અનેક જ્ગ્યાએ ઓફિસો ખોલીને રોકાણકારોના કરોડા રૂપિયા ચાંઉ કરનાર ઇસમો સામે પ્રથમ લુણાવાડામાં પોલીસ ફરીયાદ નોધાઇ હતી. હાલ માં પણ આ કૌભાંડ આર્ચરનાર પોલીસ પકડથી દૂર છે.

X
Godhra - latest godhra news 023041
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી