તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra ગોધરામાં નવરાત્રી દરમિયાન શેરી ગરબા સ્થળ 32થી વધીને 79 થયાં

ગોધરામાં નવરાત્રી દરમિયાન શેરી ગરબા સ્થળ 32થી વધીને 79 થયાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં છેલ્લા ચાર વર્ષથી ગોધરા શહેરમાં નવરાત્રી દરમિયાન મારી દિકરી મારી આંખ સામે ના સુત્રથી શેરી ગરબા સંવર્ધન સમીતિ દ્વારા માતાજીના પર્વને ભક્તિભાવથી અને હિન્દુ સંસ્કૃતિ મુજબ ઉજવાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. પાંચ વર્ષે પણ શેરી ગરબા ગોધરામાં વધુ થાય તે માટે શેરી ગરબા સંવર્ધન સમિતિની બેઠક યોજાઇ હતી. માર્ગ દર્શક તરીકે પરિમલ પાઠક સહિત સભ્યોને વિવિધ જવાબદારીઓ નક્કી કરવામાં આવી હતી. બેઠકમાં આ વર્ષે ગરબા મંડળો દ્વારા ગરબા ગાવાનું સ્થળ સ્વચ્છ ,સુંદર અને પવિત્ર રાખશે તે મંડળોને પ્રોત્સાહીત કરીને તેમનું સન્માન કરવામાં આવશે.તેમજ મંડળોએ આઠમ ના દિવસે હોમાત્મક યજ્ઞ, એક ચંડી યજ્ઞ કરવા અનુરોધ કરવામાં આવશે. હિન્દુ સંસ્કુતિ મુજબ દશેરાના દિવસે તમામ મંડળો શસ્ત્રનું પૂજન મોટા પાયે કરે તેવો આગ્રહ બેઠક માં કર્યો હતો. તેમજ 8 ઓકટોબરના સોમવારે તમામ શેરી ગરબા મંડળોની સંયુક્ત બેઠક ગાયત્રી મંદીર ખાતે યોજાશે. સંવર્ધન સમિતિ દ્વારા સુંદર આયોજનથી 32 વધીને 79 શેરી ગરબા થયા છે.

અન્ય સમાચારો પણ છે...