• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકમાં પંચ. જિલ્લો ચોથા ક્રમાકે

રેશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંકમાં પંચ. જિલ્લો ચોથા ક્રમાકે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા. રૈશનકાર્ડની દુકાનો ના લાભાર્થીઓને આધારકાર્ડ સાથે લિંક કરવાની કામગીરી પુરવઠા વિભાગદ્વારા કરવામાં આવી હતી. રેશનકાર્ડ ધારકોને સરકારી અનાજનો જથ્થો ઘઉં,ચોખા કેરોસીન સહિતની વસ્તુઓ રાહત મેળવવામાં તકલીફ ન પડે તે માટે રેશનકાર્ડમાં આવેલ તમામ જનસંખ્યાના આધારકાર્ડ લિંક કરવાનું ગત વર્ષે જાહેર કરાયું હતું.જેમાં દરેક રેશનકાર્ડ પરવાનેદાર ધારકને તેમની દુકાનના લાભાર્થીઓના આધારકાર્ડ લઇને તેઓના કાર્ડને લીંક કરવાની કામગીરી રાજયભરમાં ચાલ રહી છે. રેશનકાર્ડની દુકાનોમાં લીંક કરવાની કામગીરી પુર્ણ થતાં રાજય સરકારે આધાર કાર્ડ સાથે લીંક કરવાની કામગીરીની સ્થિતિનો ક્રમાંક જાહેર કરતાં પંચમહાલ જિલ્લો રાજયમાં ચોથા કમાંક પર આવ્યો છે. જિલ્લામાં 400 ઉપરાંત રેશનકાર્ડ પરવાના ધારકોને પણ આ કામગીરી માં કાર્યરત કરતાં પુરવઠ) વિભાગની ટીમે લાભાર્થીઓને આધારકાર્ડ સાથે લીંક કરીને ચોથો કમાંક મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...