ટ્યુશનેથી આવતી કિશોરીને 3 રોડ રોમીયોએ છેડતી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ખાડી ફળીયામાં ટયુશન જતી કિશોરીને છેડતી કરીને અસ્ત્રો બતાવીને જીવતી નહિ છોડું તેમ કહીને ધમકી આપતાં ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકે ત્રણ રોડ રોમીયો વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગોધરાના ખાડી ફળીયામાં રહેતી એક કિશોરી સાંજે છ વાગ્યાની આસપાસ ટયુશને પરત ઘરે આવતી હતી. તે દરમિયાન ખાડી ફળીયામાં આવેલી દરજી ની દુકાન પાસેથી પસાર થતાં ત્રણ કિશોરોએ તેને રોકી હતી. એક કિશોરે અભદ્ર ઇશારા કરીને છેડતી કરીને હાથ પકડી લીધો હતો. કિશોરીએ વિરોધ કરતાં કિશોરે ખિસ્સામાંથી સાથે લઇ આવેલ અસ્ત્રો કાઢીને કિશોરીને તું મારી સાથે આવ નહિ તો જીવતી નહિ છોડું તેમ કહ્યું હતું.

કિશોર સાથેના અન્ય બે ઇસમોએ પણ કિશોરીને તને એની સાથે જવામાં વાંધો શું છે તેમ કહીને મારી નાખવાની ઘમકી આપી હોવાની પોલીસ ફરીયાદ ગોધરાના બી ડીવીઝન પોલીસ મથકમાં નોધાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...