તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra વેજલપુરના માર્કેટિંગ યાર્ડમાંથી શંકાસ્પદ 6300 કિલો સરકારી ચોખા ઝડપાયા

વેજલપુરના માર્કેટિંગ યાર્ડમાંથી શંકાસ્પદ 6300 કિલો સરકારી ચોખા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જીલ્લાના વેજલપુરના માર્કેટીંગયાર્ડના ગોડાઉનમાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો મળી આવતા પુરવઠા વિભાગે ગોડાઉન સીલ કર્યુ. હેમંત સુથાર

ભાસ્કર ન્યુઝ |ગોધરા

વેજલપુરના એપીએકસીના ભાડે ગોડાઉનમાં શંકાસ્પદ ચોખાનો 6300 કિલો જથ્થો મળી આવ્યો હતો. પુરવઠા વિભાગે શંકાસ્પદ ચોખાના નમુના લીધા હતા. ત્યારે ગોડાઉનમાં ખાલી સરકારી બારદાન મળી આવતાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી હતી. પુરવઠા વિભાગે ગોડાઉનને સીઝ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલા એપીએમસીના ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી જથ્થા થેલોઓમાં ભરી રહ્યા હોવાની પ્રવૃતિ ચાલતી હોવાની જાણ વેજલપુર પોલીસે રેડ કરતાં શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પુરવઠા વિભાગને જાણ કરતાં નાયબ પુરવઠા મામલતદાર સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પુરવઠા વિભાગે ગોડાઉનમાં તપાસ કરતાં શંકાસ્પદ સરકારી ચોખાના 25 કિલોના 258 કટાં મળી આવ્યા હતા. તેમજ ચોખાનો 5000 કિલોનો ચોખાનો જથ્થો છુટો ઢગલો દેખાતા અધિકારીઓ ચોકી ઉઠયા હતા. પુરવઠા અધિકારીઓ દ્વારા ગોડાઉનમાં તપાસ કરતાં 250 નંગ ખાલી સરકારી બારદાન મળી આવતાં સરકારી ચોખાનો જથ્થો હોવાની શંકા પ્રબળ બની હોવાનું લાગી રહ્યું છે.

પુરવઠા વિભાગે ગોડાઉનમાંથી શંકાસ્પદ સરકારી ચોખાનો જથ્થાના નમુના લઇને ગોડાઉન સીઝ કર્યું હતું. એપીએમસીના ગોડાઉન ભાડે લઇને શંકાસ્પદ ચોખાને આકર્ષક થેલાઓમાં પેકીંગ કરીને ઉચાં ભાવે વેચાણ થતું હોવાનું જણાઇ આવ્યું છે. ત્યારે ગોડાઉનના માલિકા સંજયભાઇ શેઠે ગોડાઉનમાં મળી આવેલા ખાલી સરકારી બારદાન તો બજારમાં મળે છે તેમ કહીને લૂલો બચાવ કર્યો હતો. ત્યારે આટલા મોટા શંકાસ્પદ જથ્થો મળી આવતાં પુરવઠા વિભાગ દ્વારા હાલ તપાસ ચાલુ કરી છે. સરકારી ચોખા આવે છે કે નહિ તે પુરવઠા વિભાગનો તપાસ બાદ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે.

ખાલી સરકારી બારદાણ પણ મળ્યા છે
પોલીસ દ્વારા જાણ કરાતાં વેજલપુરના એપીએમસીમાં ગોડાઉનમાંથી 258 બોરી ચોખા ભરેલા અને 5000 કિલો શંકાસ્પદ ચોખાનો છુટો પડેલો જથ્થો મળી આવ્યો છે. તેમજ ગોડાઉનમાંથી ખાલી સરકારી બારદાણ પણ મળ્યા છે. નમુના લઇને ગોડાઉનને સીઝ કર્યુ છે. હાલ તપાસ ચાલુ કરી છે. કે.એમ શાહ, નાયબ પુરવઠા મામલતદાર

ગોડાઉનમાંથી સરકારી બારદાન મળી આવ્યા
ગોડાઉનમાં શંકાસ્પદ સરકારી ચોખાનો થેલાઓ માં ભરીને બજારમાં ઉચાં વેચાણ કરી રહ્યા છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તો સરકારી અનાજ સગેવગે કરનાર ઇસમો સાથે નેતાઓની સાંઠગાંઠ પણ મળી આવે તેવી શક્યાતાઓ દેખાય રહી છે. ગોડાઉનમાંથી સરકારી બારદાણ મળી આવ્યા બાદ પુરવઠા વિભાગની તપાસ કંઇ દીશામાં જાય છે. તે હવે દેખવાનું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...