ગોધરાના ભલાણીયા ગામની બે કિશોરીના ચેકડેમમાં ડુબવાથી મોત

ચેકડેમમાં ખનન કરવાથી પડેલા ઊંડા ખાડાના પાણીમાં ગરકાવ થવાથી મોત

DivyaBhaskar News Network | Updated - Oct 30, 2018, 02:26 AM
Godhra - latest godhra news 022611
ગોધરા ના ભલાણીયા ગામે રહેતી બે કિશોરીઓ કપંડા ધોવા જતાં ગયેલી બંને કિશોરીની લાશ ચેકડેમના ઉડા પાણી માંથી મળી આવતા ભલાણીયા ગામમાં શોકની લાગણી પ્રસરી ગયો હતો. આ બનાવને લઇને હજુ સુધી કોઇ પોલીસ ફરીયાદ નોધાઇ નથી.

ગોધરા તાલુકાના ભલાણીયા ગામે રહેતી ધોરણ-10 માં ભણતી શીતલ અરવિદભાઇ પટેલ અને ધોરણ-8માં અભ્યાસ કરતી નયના ગણપતભાઇ પટેલ રવિવારે ગામની પાસથી પ્રસાર થતી દાતોલ નદીના ચેકડેમ પાસે કપડાં ધોવા ગઇ હતી.

લાબાં સમય થવા છતાં બંને કીશોરી ઘરે પરત ન આવતાં પરિવાર જનોએ શોધખોળ કરી હતી. ના મળતાં આખરે ચેકડેમમાં તપાસ કરતાં બંને કીશોરીની લાશ ચેકડેમમાં ગેરકાયદેસર ખનન કરીને પડેલા ખાડાના પાણીમાંથી મળી આવી હતી.

ગામની બે કીશોરીના મોતથી માતમ છવાઇ ગયો હતો.કપડૌ ધોતા એકનો પગ લપસી જતાં બીજી કીશોરી તેને બચાવવા જતાં બંને ડુબી ગઇ હોવાનું ગામજન જણાવી રહ્યા છે. ત્યારે બેના ડુબી જવાના મોતના બનાવની હજુ સુધી કોઇ પોલીસ ના ચોપડે નોંધ લેવાઇ નથી.

ચેકડેમમાં કપડા ધોવા ગયેલી બે કિશોરીઓ ડૂબતા મોત નિપજયા હતા. તેમજ તેઓની ફાઇલ તસવીર

X
Godhra - latest godhra news 022611
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App