તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra ગોધરામાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ પરિસંવાદ યોજાયો

ગોધરામાં આરોગ્ય સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ પરિસંવાદ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરાના બી.એ.પી.એસ.ના સ્‍વામીનારાયણ મંદિર પરિસરમાં સંત કોઠારી સ્‍વામીના આશિર્વાદ સાથે પંચમહાલ જિલ્‍લામાં ગુણવત્તા સભર આરોગ્‍ય સુવિધાઓની ઉપલબ્ધિ હેતુ જિલ્‍લા-તાલુકાના તબીબી અધિકારીઓ અને આરોગ્‍ય કર્મચારીઓનો એક દિવસીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં પ્રસુતા આરોગ્‍ય, શિશુ આરોગ્‍ય, પોષણ, રસીકરણ, સગર્ભાવસ્‍થામાં પાંડુરોગ, ઓછા વજનના બાળ જન્‍મ, ટી.બી., એચ.આઇ.વી., રક્તપિત્‍ત જેવા રોગચાળા, જાતિ જન્‍મ દર, માનસિક આરોગ્‍ય, બીનચેપી રોગો અને ફેમિલી પ્‍લાનીંગ જેવા ૧૧ મુદ્દાઓની અસરકારક કાર્યવાહી માટે દ્વિમાર્ગીય સંવાદ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...