સરદાર પટેલ જે મકાનમાં રહેતા હતા તે જર્જરિત હાલતમાં મોજૂદ

Godhra - latest godhra news 022606
Godhra - latest godhra news 022606

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:26 AM IST
ગોધરામા સરદાર પટેલ જે મકાનમાં રહેતાં તે મકાન તથા વકીલાતની શરૂઆત કરી હતી તે ન્યાયાલય.હેમંત સુથાર

ભાસ્કર ન્યુઝ | ગોધરા

31 ઓક્ટોબર ના રોજ સરદાર જ્યંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલ ની વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે ત્યારે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર પટેલ ના જીવનનો કારકિર્દી ઘડતરનોનિર્ણાયક સમય પંચમહાલ ના મુખ્ય મથક ગોધરા ખાતે વીત્યો હતો.સરદાર વલ્લભભાઇ પટેલે વકીલાતની શરૂઆત ગોધરાથી કરી હતી.ગાંધી બાપુ અને લોહપુરુષ સરદાર પટેલ ની પ્રથમ મુલાકાત ગોધરા ના ગાંધી આશ્રમ ખાતે થયેલ હતી. ત્યારે ગોધરા નગર પણ પોતાના આ સુવર્ણ અતીત ને યાદ કરી ને ગૌરવ અનુભવતું હશે.

સરદાર વલ્લભભાઇ પટેલે વકીલાતની પરીક્ષા આપ્યા બાદ એક વકીલ તરીકે ની કારકિર્દી ની શરૂઆત ગોધરા ખાતે આવેલ કોર્ટ થી કરી હતી. ગોધરાની સબજેલની પાસે અને જુની મામલતદાર કચેરીની પાછળ આવેલી કોર્ટમાં સરદાર દ્વારા વકાલતની શરૂઆત કરી હતી.

ગોધરા ખાતે સરદાર પટેલ તે સમયે એક સારા અને સફળ વકીલ તરીકે છાપ ગોધરામાં પ્રસરી ગઇ હતી.ગોધરા ની કોર્ટ માં જયારે સરદાર પટેલ એક સાક્ષી ની ઉલટ તપાસ કરી રહ્યા તે દરમ્યાન કેન્સર ના રોગ થી પીડાતા તેમના પત્ની ઝવેરબા ના દુઃખદ અવસાન ના સમાચાર તાર દ્વારા ચાલુ કોર્ટે મળ્યા હતા જે વાંચી ને સરદારે ચબરખીને પોતાના કોટના ખિસ્સામાં સરકાવી દીધી હતી અને પત્નીના અવસાન ના સમાચારના હાવ ભાવ મુખ પર પ્રદર્શિત ન કરી કેસ ચાલુ રાખ્યો હતો અને આખરે આ કેસ સરદાર જીતી ગયા હતા. ગોધરામાં કારકિર્દી શરુ કરી તે વખતે સરદાર પટેલ ગોધરા ના હાલ ના પટેલવાડા તરીકે ઓળખાતા વિસ્તાર માં આવેલ એક મકાન માં રહેતા હતા.

ગોધરા ના માણેકલાલ બારોટ ના મકાન માં તેઓ પોતાની વકાલત ની કારકિર્દી દરમ્યાન એકલા રહેતા હતા વર્ષ 1915 થી 1917 ની આસપાસ તેઓ આ મકાનમાં અંદાજિત એક રૂપિયા મહિના ના ભાડા થી રહેતા હતા , સરદાર પટેલ ગોધરાના જે વિસ્તારના મકાનમાં રહેતા હતા સરદાર પટેલની યાદમાં જ આ વિસ્તારનું નામ પટેલવાડા પાડવામાં આવ્યું હતું. આજે પણ સરદાર પટેલ જે મકાનમાં રહેતા હતા તે મકાન જર્જરિત હાલત માં મોજુદ છે.

X
Godhra - latest godhra news 022606
Godhra - latest godhra news 022606
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી