ગોધરામાં ગાંધીજી-લોહ પુરૂષની પ્રથમ મુલાકાત

મહાસભામાં બે મહાનુભાવોની મુલાકાતે દેશનંુ઼ ભાવિ બદલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો આઝાદીની ચળવળના પહેલાં...

DivyaBhaskar News Network | Updated - Oct 30, 2018, 02:26 AM
Godhra - latest godhra news 022602
ગોધરાએ ભારતની આઝાદી અને અખંડ ભારતના સ્વપ્નને સેવનારા બે મહાપુરુષોના પ્રથમ મેળાપનું સાક્ષી છે. ગોધરા ખાતે આવેલ ગાંધી આશ્રમમાં બે મહાપુરુષો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની મુલાકાતે બાદ ભારત દેશને અંખંડ ભારત બન્યું હતું.

ગોધરાના એક મકાનમાં રહી કોર્ટમાં વકાલત કરતા સરદાર પટેલ મહાત્મા ગાંધીને ગોધરામાં જ આવેલ ગાંધી આશ્રમમાં પ્રથમ વખત મળ્યા હતાં. આઝાદીના ચળવળનું પહેલું અધીવેશન ગોધરાના ગાંધી આશ્રમ ખાતે યોજાયું હતું . ગાંધીજીએ તે વખતના મોટાગજાના નેતાઓ મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ઠક્કરબાપા જેવા ટોચના નેતાઓને ગોધરાના ગાંધી આશ્રમ ખાતે બોલાવીને અસ્પૃશ્યતા નિવારણ માટે મહાસભાનું આયોજન કર્યું હતું. ગોધરાના મોટા વકીલ હોવાથી સરદાર પટેલ ગોધરાના ગાંધી આશ્રમ ખાતે 5/11/1917ના રોજ આ મહાસભામાં ગયા હતા. તે સમયે બાપુ દ્વારા પ્રાર્થના અને પ્રવચન અપાઈ રહ્યા હતા. બાપુના દેશની આઝાદી અને અસ્પૃશ્યતા નિવારણ અંગેના પ્રવચનથી સરદાર ખૂબ જ પ્રભાવિત અને આકર્ષિત થયા અને બાપુને મળવા આગલી હરોળમાં પહોંચ્યા બાદ બંને વચ્ચે વાર્તાલાપ થયો બે મહાનુભાવો પૂજ્ય ગાંધી બાપુ અને લોહપુરુષ સરદાર પટેલની પ્રથમ મુલાકાત બાદ દેશનું ભાવી બદલાઇ ગયું હતું. ગોધરાના ગાંધી આશ્રમ ખાતે થયેલ આ પ્રથમ મુલાકાત જ સરદારની રાજકીય કારકિર્દીનું પ્રથમ પગથિયું હતું આ મુલાકાત બાદ સરદાર પટેલ ગાંધીજી સાથે જોડાયા અને આગળ વધતા દેશ સેવા અને ટુકડાઓમાં વેરાયેલ ભારતને એક કરી પટેલને સરદારનું બિરુદ પામવા સુધીની સફર કરી ગોધરાનો ગાંધી આશ્રમ સરદારના જીવનમાં મોટા બદલાવ અને વળાંકનું મૂક સાક્ષી બન્યો હતો.

ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતાં

ગાંધીજી દ્વારા અસ્પૃશ્યતા નિવારણ માટે ગોધરા ખાતે એક સભાનું આયોજન કર્યું હતું જે સમયે મામા ફડકે પણ આ સભામાં આવ્યા હતા બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ પણ અહીં આવ્યા હતા આ સભામાં અને ગાંધીજી સાથે તેઓએ પ્રથમ અહિયાં ગોધરાના ગાંધી આશ્રમમાં થઇ હતી અને બાદમાં તેઓ ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. કાંતિભાઈ વણકર,ગૃહપતિ,ગાંધીઆશ્રમ ગોધરા

X
Godhra - latest godhra news 022602
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App