સ્ટેચ્યના સ્થળ પાસે રજવાડાના રાજવીઓના મ્યુઝિયમની માંગ

Godhra - latest godhra news 022558

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:26 AM IST
ભારતના વડાપ્રધાન દ્વારા વિશ્વની સૌથી ઉચી સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કરવાના છે. ભારતવર્ષના તમામ ક્ષત્રિય રાજવીઓએ તેમનાં 562 રજવાડાનો હક્ક જતો કરીને તેમની માલ-મિલ્કત, ખજાના, રાજ-પાટનો ત્યાગ કરી ભારતમાતાના ચરણોમાં અર્પણ કર્યું હતું. ફક્ત સરદાર પટેલના કહેવાથી તમામ રાજવીઓએ રજવાડાનો ત્યાગ કર્યો હતો. ભારત સહીત પંચમહાલ જિલ્લાના રજવાડામાં દેવગઢ બારીઆ સ્ટેટ સ્વ.જયદિપસિંહજી મહારાઉલજી તેમજ લુણાવાડા સ્ટેટ- સ્વ.ધીરેન્દ્રસિંહજી વિગેરે તથા સંતરામપુર સ્ટેટ- સ્વ.કિષ્ણકુમારજી, સંજેલી સ્ટેટ- સ્વ મહારાજ સા. નરેન્દ્રસિંહજી અને જાંબઘોડા સ્ટેટના રાજવી પરિવાર વિગેરેનું યોગદાન રહ્યું છે. પંચમહાલના રાજવીઓ સહીત 562 ક્ષત્રિય રજવાડાના રાજવીના ઇતિહાસની ઝાંખી કરતું મ્યુઝીયમ બનાવવા પંચમહાલ રાજપુત સમાજ તથા ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ જિલ્લા કલેકટરને લેખીતમાં રજુઆત કરી હતી.

કલેકટરને મ્યુઝીયમની માંગ કરતું આવેદન. હેમંત સુથાર

X
Godhra - latest godhra news 022558
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી