તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં જુગાર રમતા બે ઝડપાયાં : રોકડા રૂ.15380નો મુદ્દામાલ જપ્ત

ગોધરામાં જુગાર રમતા બે ઝડપાયાં : રોકડા રૂ.15380નો મુદ્દામાલ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા| ગોધરા એલસીબી પોસઇ કે.કે.ડીંડોડ તથા સ્ટાફે જુગારની રેઇડ કરતા જુગાર રમતા પ્રિતેષકુમાર દીલીપભાઇ હડીયલ રહે. ખાડીફળીયા રેલવે કોલોની પાસે નાડીયાવાસ ગોધરા તથા દિવ્યેશભાઇ સંતોષભાઇ પરમાર રહે. ખાડી ફળીયા મારવાડીવાસ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. આ બંને ઇસમોની અંગઝડપી કરતા જુગારના રોકડા રૂ.11130 તેમજ દાવ ઉપરથી મળી આવેલ રૂ.4250 મળી કુલ રૂ.15380 તથા પત્તાપાના તથા મીણીયુ પાથરણું કિ.રૂ.50 મળી કુલ રૂ.15430નો જુગારના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને ઝડપાયેલા ઉપરોકત બંને ઇસમો તથા રેઇડ દરમિયાન નાસી જનાર સોયેબ અબ્દુલ સત્તાર પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...