તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra ડેરોલ સ્ટેશન ગામે સ્કૂલના બાળકો માટે સરકારી બસ

ડેરોલ સ્ટેશન ગામે સ્કૂલના બાળકો માટે સરકારી બસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલ તા.ના ડેરોલ સ્ટેશન ઓવરબ્રીજના કામ ચાલુ હોવાને લઇને બાળકો જીવના જોખમે રેલવેના પાટા પરથી પસાર થઇ રહ્યાં છે.

ભાસ્કર ન્યુઝ | ગોધરા

ડેરોલ સ્ટેશન ગામે બનેલા બ્રીજને લઇને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ગામજનોએ કલેકટરને રજુઆત કરી હતી. જેના પંગલે જીલ્લા કલેકટર , માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ ગોધરા પ્રાંત અધિકારી દ્વારા ડેરોલ સ્ટેશન ગામની સ્થળ મુલાકાત લીધી હતી.સ્થળ તપાસ કર્યા બાદ કલેકટરે આરએનબી વિભાગ પાસેથી બ્રીજના કામ કેટલું થયાનો રીપોર્ટ માંગતાં વિભાગે બ્રીજનના કામોનો રીપોર્ટ આપીને ઓકટોબરથી કામ શરૂ કરીને જુલાઇ 2019 સુધી બ્રીજનું કામ પુર્ણ થઇ જશે તેમ આરએનબી વિભાગે જ્ણાવ્યું હતું.

જયારે બ્રીજને લઇને ભારે વાહનો માટેનું જાહેરનામું બહાર પાડયું છે. ભારે વાહનો માટે જાહેરનામું બહાર પાડયું છે તેના માટે જિલ્લા પોલીસવડા સાથે ચર્ચા કરીને ભારે વાહનો માટે રસ્તો ચાલુ રાખવો કે પછી બંધ કરવો તે મીટીંગ કર્યા બાદ જાણાવા મળશે તેમ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું. જયારે ઓવર બ્રીજના કામને લઇને સરકારી સ્કુલના બાળકો રેલ્વેના પાટા ક્રોસ કરીને શાળામાં ભણવા જઇ રહ્યા હોવાની ગામજનોની રજુઆતને પંગલે કલેકટરે જિલ્લા શિક્ષણ અધિકારી ને સુચના આપીને સરકારી શાળાએ જતાં બાળકો માટે સરકારી બસની સુવિધા ઉભી કરીને શાળાએ જતાં બાળકો ને મફત શાળાએ મુ્કવા અને લેવા આવશે તેમ કલેકટરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...