નગર પાલિકા દ્વારા પંચ. ડેરીને 15 લાખ લી. પાણી આપવાની કવાયત

Godhra - latest godhra news 022554

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:25 AM IST
ગોધરા પાલીકાની સામાન્ય સભા 2 નવે. યોજાશે. 5 વાગે યોજાવનારી સામાન્ય સભામાં વિવિધ કામોને મંજુરી આપશે ત્યાર બાદ 5.30 વાગે ફરીથી યોજાનારી સામાન્ય સભામાં પંચ. ડેરીને પાણી આપવાનો મુદ્દાની ચર્ચા વીચારણા બાદ મંજુરી આપશે. પાણી વિભાગની માહીતી મુજબ ગોધરાને રોજ નર્મદા યોજના થકી 24 એમએલડી પાણી ઘરો સુધી પહોચાડે છે જેમાંથી પંચમહાલ ડેરીને રોજનું 1.5 એમએલડી(15 લાખ લીટર) પાણી આપવાની મંજુરી સામાન્ય સભામાં નિર્ણય લેવાશે ત્યારે ગોધરાના એક શહેરી જનને પાલિકા રોજ 140 લીટર પાણી પુરુ પાડી રહી છે. ત્યારે ગોધરાના નર્મદા યોજનાનું પાણી ગોધરા શહેરના અનેક વિસ્તારમાં પહોચતું નથી. બામરોલી રોડ તથા ભુરાવાવ જેવા વિસ્તારોમાં હજુ સુધી નર્મદાની પાણીની પાઇપ લાઇન દ્વારા પાણી પહોચ્યુ઼ નથી. તેમજ પાલિકા ગોધરામાં નવી ચાર પાણી ટાંકી બનાવવાની કામગીરી હાથ ધરશે જેમાં વધુ પાણીની જરુરીયાત ઉભી થયા તેમ છે. ત્યારે પાણી પુરૂ પાડતી નર્મદા યોજના થકી પંચમહાલ ડેરીને રોજ 15 લાખ લીટર પાણી આપવની સૌધાતીક મંજુરી ની કવાયત ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય એ છે કે અગાઉ ગોધરા શહેરને પાણી પુરુ પાડતી પાનમ યોજના નગર પાલિકાએ પંચમહાલ ડેરી અને શહેરાને આપી હોવાનું જણાઇ આવે છે.

X
Godhra - latest godhra news 022554
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી