તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની દડી કોલોની વિસ્તારના કોતરમાં પાઇપો નાખીને RCC રોડ બનાવવા રહીશોની માંગ

ગોધરાની દડી કોલોની વિસ્તારના કોતરમાં પાઇપો નાખીને RCC રોડ બનાવવા રહીશોની માંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના દડી કોલોનીની પાછળ આવેલ કોતરની બીજી બાજુ સોસાયટીના 10થી વધુ મકાનો આવેલા છે હાલ ચોમાસાની સિઝન ચાલુ હવાથી વરસાદ માં કોતર પર પાઇપો નાની હોવાથી પાણીનો ફોર્સ વધુ હોવાથી વરસાદી પાણી ઉભરાઇને બહાર આવીને સોસાયટીના ઘરોમાં ઘુસી જવાથી નુકસાની ભોગવી પડે છે. અને અવર જવર કરવામાં રહીશોને તકલીફ પડી રહી હોવાથી આ કોતરમાં અન્ડર ગ્રાઉન્ડ પાઇપો નાખી ઉપર આરસીસી રોડ બનાવાની છેલ્લા કેટલાક સમયથી સ્થાનીક રહીશ યોગેશભાઇ પરમાર સહિત રહીશોએ વિવીધ વિભાગો માં રજુઆત કરવા છતાં કોઇ નિકાલ ન આવતાં તેઓએ વડાપ્રધાનને લેખીતમાં રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...