Divya Bhaskar

Home » Madhya Gujarat » Panchalmahal » Godhra » Godhra - ‘બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ની થીમ સાથે ગણેશ મહોત્સવ

‘બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ની થીમ સાથે ગણેશ મહોત્સવ

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 02:25 AM

ગણપતિના આગમનથી વિસર્જન સુધીનું આયોજન યુવતીઓ જ કરે છે

  • Godhra - ‘બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’ની થીમ સાથે ગણેશ મહોત્સવ
    ગણેશજી ની વિવિધ પ્રકાર ની થીમ સાથે ગણેશ સ્થાપના કરતાં જોવા મળે છે. જો કે મોટા ભાગે ગણેશ મંડળો માં પુરુષો નું પ્રાધાન્ય હોય છે ત્યાં છેલ્લા બે વર્ષ થી પંચમહાલ ના મુખ્ય મથક ગોધરા માં માત્ર યુવતી ઑ થી બનેલા એક મંડળ દ્વારા બેટી બચાવો બેટી પઢાવો ની સાથે વિવિધ પ્રકાર ની થીમ સાથે ગણેશ જી ની ભાવ પૂર્વક સ્થાપના કરેે છે.

    ગોધરામાં 100 ઉપરાંત સ્થળોએ અલગ અલગ થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે તેમાં તમામ આયોજનો પુરુષો કરતા હોય છે, પરંતુ ગોધરામાં યુવતીઓના એક ગ્રુપે છેલ્લા બે વર્ષથી આ પરંપરાને બદલી છે. ત્યારે ગણેશાય ગર્લ્સ ગ્રુપ સાયન્સ કોલેજ રોડ પર છેલ્લા બે વર્ષથી ગણપતિની સ્થાપના કરે છે, ગણપતિના આગમનથી માંડીને વિસર્જન સુધીનું આયોજન યુવતીઓ જ કરે છે. માન્યતા ગણેશાય ગર્લ્સ ગ્રુપ ની યુવતીઓએ ખોટી ઠેરવી છે. સમાજમાં દરેક કાર્યક્ષેત્રમાં યુવતીઓ એ આજે સફળતા મેળવી છે, તો આ ક્ષેત્રમાં પણ યુવતીઓ પાછળ નથી રહી અને દીકરીઓ પણ કઈ કમ નથી સાબિત કર્યું છે, ગણેશ સ્થાપના પછી ના પાંચમા એટલે કે અંતિમ દિવસે ગણેશજીની શોભાયાત્રા પણ કાઢવામાં આવશે .

    ગોધરાના સાયન્સ કોલેજ રોડ પર ફક્ત યુવતીઓ દ્વારા ઇક્રો ફેન્ડલી ગણેશ પંડાલનું આયોજન કરાયું

    ગોધરાની યુવતીઓ દ્વારા મહેમદાબાદના સિધ્ધી વિનાયકની હુબહુ ગણેશની સ્થાપના કરીને બેટી બચાવી બેટી પઢાવો થીમ બનાવીને થયેલી આવક કેરલ પુરપીડીતોને મોકલશે. તસવીર હેમત સુથાર

    મુખ્ય થીમ ‘બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’

    ગણેશાય ગર્લ્સ ગ્રુપ દ્વારા સ્થાપિત કરાયેલી શ્રીજીની પ્રતિમા સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. જે માટીમાં થી બનાવવામાં આવી છે, એટલે કે પર્યાવરણને હાની ન પહોંચાડવાનો સંદેશ પણ આ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યો છે. આ યુવતીઓના ગ્રુપ દ્વારા ગણેશજીના પંડાલ બહાર એક ફૂલોનો સ્ટોલ ઉભો કરવામાં આવ્યો છે અને જેમાં થી ઉભી થયેલી આવક કેરળમાં તાજેતરમાં થયેલી પૂરની તારાજીમાં અસર પામેલા કેરળના પૂરપીડિતો ને આપવામાં આવશે, આમ એક અનોખી સેવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે. આ ગ્રુપની મુખ્ય થીમ ‘બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ’. જે સમાજમાં દિકરીને આગળ વધવાની પ્રેરણા આપે છે.

    સામાજિક સંદેશ આપવાનું કામ આ દીકરીઓ કરી રહી છે

    દીકરીઓ દ્વારા જ આ ગણેશની સ્થાપના કરી છે એ મોટી વાત છે સાથે સાથે આ વર્ષે બે સામાજિક સંદેશ આપવાનું કામ આ દીકરીઓ કરી રહી છે એક તો દીકરી ને આગળ વધવા અમે સાથે છીએ અને બીજું જે કોઈ આવક થાય એ કેરળ પૂરપીડિતો ને આપી દેવાની આમ ગણેશની ઉજવણીની સાથે સામાજિક કામ અને એ પણ દીકરીઓ દ્વારા કરવું એ સરાહનીય કહેવાય.ભરતસિંહ, દર્શનાર્થી

    અમે ફ્રેન્ડલી ગણેશ ની સ્થાપના કરી છે

    અમે બે વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશ ની સ્થાપના કરીએ છે. દીકરાઓ જ આ કામ કરી શકે એવું નથી અમે દીકરીઓ પણ કઈ કમ નથી એમ સાબિત કર્યું છે અને અમે બેટી તુમ આગે બઢો હમ તુમ્હારે સાથે હે એ સમાજ ને સન્દેશો આપવા અમનગીએ છીએ.ખુશ્બુ સોની, આયોજક દીકરી ,ગર્લ્સ ગણેશ મંડળ -ગોધરા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending