ઘોઘંબાના માલુ પાસેથી 26 હજારનો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘોઘંબા તાલુકામાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ ઇન્ડિકા કાર પસાર થ‌વાની હોવાની માહિતીના આધારે ગોધરા એલસીબી પોલીસે ઇન્ડિકા કાર અને તેમાં રહેલો રૂ. 26 હજારનો વિદેશી દારૂ મળી કુલ રૂ. 76 હજારનો મુદ્દામાલ કબજે કરી ડ્રાઈવરને ઝડપી લીધો છે.

પ્રાપ્ત માિહતી અનુસાર, સરહદી વિસ્તારને અડીને આવેલા એવા ઘોઘંબા તાલુકામાંથી વિદેશી દારૂની હેરાફેરી થતી હોય છે. ત્યારે પંચમહાલ જિલ્લા પોલીસ વડાના વડપણ હેઠળ એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમા તથા પીએસઆઇ કે.કે.ડીંડોર સહિત સ્ટાફે સધન પોલીસ ચેકિંગ અને શહેરના મુખ્ય રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે દરમિયાન એલસીબીને ઇન્ડિકા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થવાની છે. તેવી બાતમીના આધારે ઘોઘંબાના માલુ ત્રણ રસ્તા પાસે શંકાસ્પદ જણાતી એવી ઇન્ડિકા કારને પોલીસે અટકાવી હતી. જેના ડ્રાઈવરનું નામ પૂછતા તેણે પોતાનું નામ દિનેશ રાઠવા જણાવ્યું હતું. કારની ઝડતી લેતાં સીટ નીચે છુપાવેલો રૂ.26 હજારનો વિદેશી દારૂ, ઇન્ડીકાગાડી કિ.રૂ.50 હજાર મળી કુલ 76400નો મુદામાલ જપ્ત કર્યો હતો. જેના પગલે પોલીસે ઇન્ડિકાના ડ્રાઈવરની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...