• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પ્રોહિબિશનના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

પ્રોહિબિશનના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા એલસીબી પોલીસે હાલોલ તથા દામાવાવ પોલીસ મથકના ત્રણ પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો. પંચમહાલ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે એલસીબી પીઆઇ ડી.એન.ચુડાસમાને આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ કે.કે.ડીંડોર તથા સ્ટાફના માણસોએ દામાવાવ તથા હાલોલ પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાનો નાસતો ફરતો આરોપી દલપત ઉર્ફે દલસુખ ઉર્ફે દલો કનુભાઇ રાઠવા રહે.નાથકુવા એડા ફળીયા હાલોલ હાલમાં તેના ઘરે હાજર છે તેવી બાતમી અધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...